પ્રધાનમંત્રી આવાસ યોજના 2023: કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ યોજના)ને લઈને કેન્દ્રીય બજેટ 2023માં મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકોના ઘરનું સપનું સાકાર કરવા માટે બજેટમાં પહેલા કરતા વધુ બજેટ આપવાની જાહેરાત કરી છે. Pradhan Mantri Awas Yojna In Gujarati, પ્રધાનમંત્રી ગ્રામીણ હેઠળ ગ્રામીણો માટે અને શહેરી આવાસ હેઠળ શહેરના નાગરિકો માટે મકાનો બનાવવામાં આવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત: પ્રધાનમંત્રી આવાસ યોજના યોજના ઘર માટે ઓછી કિંમતે લોન આપતી આવાસ યોજના છે. આ યોજનામાં વાર્ષિક 3 લાખથી ઓછી આવક ધરાવતા લોકો કે જેઓની પાસે કોઈ ઘર નથીતેઓ અરજી કરી શકે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના 25 જૂન 2015 થી શરૂ કરવામાં આવી હતી.
Pradhan Mantri Awas Yojana In Gujarati: પ્રધાનમંત્રી આવાસ યોજના 2023
યોજનાનું નામ | પ્રધાનમંત્રી આવાસ યોજના |
યોજનાની શરૂઆત | 25 જૂન 2015 |
હેતુ | બધા પાસે ઘર |
કોને લાભ મળે | ભારતનો દરેક નાગરિક |
સત્તાવાર વેબસાઇટ | Pmaymis.gov.in |
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ
આ યોજનામાં વાર્ષિક 3 લાખથી ઓછી આવક ધરાવતા લોકો કે જેઓની પાસે કોઈ ઘર નથીતેઓ અરજી કરી શકે છે. સરકારની આ યોજનામાં 2.50 લાખ સુધીની સહાયતા કરવામાં આવે છે. જેમાં 3 હપ્તે રૂપિયા આપવામાં આવે છે. પહેલા હપ્તે 50,000 રૂપિયા, પછી 1.50 લાખ અને અંતમાં 50,000 આપવામાં આવે છે. આ કુલ રૂપિયામાં 1 લાખ રાજ્ય સરકાર અને 1.50 લાખ કેન્દ્ર સરકાર આપે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાની યોગ્યતા માપદંડ
- જમીન ના માલિક અરજદાર પોતે હોવો જોઈએ.
- અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા જોઈએ.
- કૌટુંબિક વાર્ષિક આવક રૂ. 3,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
- અરજદાર PMAY (પ્રધાનમંત્રી આવાસ યોજના) ના અન્ય કોઈપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઈપણ યોજનાનો લાભ લીધેલ ન હોવા જોઈએ.
પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ યાદી
- જમીન માલિકી ના પુરાવા (પાકા દસ્તાવેજની નકલ/સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ/૭-૧૨ ની નકલ).
- લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવો મામલતદારશ્રી/તલાટી નો દાખલો (૩ લાખ થી ઓછી આવક મર્યાદા).
- અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગોનું રૂ, 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ સોગંદનામું.
- આાધારકાર્ડની નકલ(કુટુંબ ના દરેકસભ્યની).
- મતદાનકાર્ડ ની નકલ.
- બેંક પાસબુક / કેન્સલ ચેક.
- રહેઠાણ નો લાભાર્થી સાથેનો ફોટો.
- લાભાર્થી નો પાસપોર્ટ સાઈઝ ફોટો.
- સંયુક્ત માલિકી ના કિસ્સા માં જમીન ના અન્ય માલિકો દ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતી આપતો રુ. 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ સંમતિપત્ર.
પ્રધાનમંત્રી આવાસ યોજના ની યાદી 2023
જ્યારે તમે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરો છો, ત્યારપછી તમે ચકાસી શકો છો કે તમે આ યોજનાના લાભાર્થીઓની યાદીમાં આવ્યા છો કે નહીં. PMAY યાદીમાં નામ જોવા માટે, તમારે પહેલા pmaymis.gov.in ની વેબસાઇટ પર જવું પડશે.
આ પણ વાંચો: ફ્રી સિલાઈ મશીન યોજના 2024
પ્રધાનમંત્રી આવાસ યોજના ડ્રો 2023: લાભાર્થીની પસંદગીનું ધોરણ
- લાભાર્થીની પસંદગી SECC-2011 ના ડેટા પ્રમાણે કરવામાં આવે છે.
- સરકારે ફાળવેલ ઘરથાળ પ્લોટ અથવા માલિકીની જમીન ઉપર પાકું મકાન બાંધવાનું હોય છે.
- યોજનાની ગાઇડલાઇન મુજબ આવાસ મંજુરીના એક વર્ષમાં આવાસનું બાધકામ પૂર્ણ કરવાનું રહે છે.
- યોજના હેઠળ લાભાર્થીની પસંદગી ગ્રામ સભા દ્વારા થાય છે.
- આવાસ બાંધકામ માટે નિયત પાંચ ઝોનની ૪૪ પ્રકારની ટાયપોલોજી ડીઝાઇનમાંથી પોતાની પસંદગી મુજબ આવાસ બાંધકામ કરી શકે છે. જે જુદા જુદા વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતી અને સ્થાનિક લોકોની રૂચિ, રહેણીકરણને ધ્યાને લઇ બનાવવામાં આવેલ છે. રાજ્યના પાંચ ઝોન કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર છે.
- યોજના હેઠળ લાભાર્થીની પસંદગી ગ્રામ સભા દ્વારા થાય છે.
- પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ ) ના મકાનની ફાળવણીમાં મહિલાઓને અગ્રીમતા આપવાની રહે છે. વિક્લ્પે પતિ અને પત્નિના સંયુક્ત નામે ફાળવણી કરવામાં આવશે.
- આ યોજનામાં પસંદગીનો ક્રમ નીચે મુજબ રહે છે.
- વિધવા, છુટાછેડા અપાયેલ અથવા ઘર છોડેલ સ્ત્રીઓ, અત્યાચારનો ભોગ બનેલ અથવા કુટુંબના વડા સ્ત્રીઓ હોય
- માનસીક રીતે વિકલાંગ વ્યકિતઓ ( ઓછામાં ઓછી ૪૦% વિકલાંગ ધરાવતી )
- શારીરીક રીતે વિકલાંગ વ્યકિતઓ ( ઓછામાં ઓછી ૪૦% વિકલાંગ ધરાવતી )
પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ 2023
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી ક્યાં કરવી?
- મહાનગરપાલિકા વિસ્તારના રહીશો એ મહાનગરપાલિકા ની સ્લમ અપગ્રેડેશન કચેરી નો સંપર્ક કરવો.
- જિલ્લા કો નગરપાલિકા વિસ્તાર ના રહીશો એ સ્થાનિક નગરપાલિકા કે જિલ્લા પંચાયત કચેરી નો સંપર્ક કરવો.
- પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહીશો એ ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કરવો.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેલ્પલાઇન નંબર
પ્રધાનમંત્રી આવાસ યોજના સંબંધિત માહિતી મેળવવા માંગતા હોય, તો ઉમેદવારો હેલ્પલાઈન નંબરો- 011-23060484, 011-23063620, 011-23063285, 1800113377 પર સંપર્ક કરી શકે છે.
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો :
1. પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે શરૂ થઈ?
પ્રધાનમંત્રી આવાસ યોજના 25 જૂન 2015 થી શરૂ કરવામાં આવી હતી.
2. પ્રધાનમંત્રી આવાસ યોજના હેલ્પલાઇન નંબર
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે હેલ્પલાઈન નંબર 1800113377 છે.
Ham ko bhi makan chahiye