Asia Cup Schedule 2023: એશિયન ક્રિકેટ કાઉન્સિલે (ACC) એશિયા કપનો શેડ્યૂલ જાહેર કરી દીધો છે. વનડે વર્લ્ડ કપ પહેલા એશિયા કપ રમાનાર છે. આ ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકામાં થશે. 30 ઓગસ્ટે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલ્તાનમાં રમાશે. 17 સપ્ટેમ્બરે કોલંબોમાં ફાઈનલ મુકાબલો રમાશે. ટૂર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેશે. તેમાં કુલ 13 મેચ રમાશે.
Asia Cup Schedule 2023: એશિયા કપનું શેડ્યૂલ
- એશિયન કાઉન્સીલે એશિયા કપ નુ ટાઇમ ટેબલ જાહેર કર્યુ છે.
- 30 ઓગષ્ટ થી 17 સપ્ટેમ્બર સુધી એશિયા કપ રમાશે.
- ભારત પાકીસ્તાન ની મેચ 2 સપ્ટેમ્બરે રમાશે
- 17 સપ્ટેમ્બરે કોલંબોમાં ફાઈનલ મુકાબલો
પાકિસ્તાન અને શ્રીલંકામાં થશે એશિયા કપની મેચો
એશિયા કપમાં 6 ટીમ ભાગ લેશે. ફાઈનલ સહિત કુલ 13 મેચ રમાશે, જેમાં 9 મેચ શ્રીલંકામાં અને 4 પાકિસ્તાનમાં રમાશે. તમામ મેચ ડે-નાઈટ ફોર્મેટમાં થશે. પાકિસ્તાનમાં તમામ મેચ બપોરે 1:00 PM થી શરૂ થશે. તો, શ્રીલંકામાં તમામ મેચ બપોરે 1:30 વાગ્યાથી રમાશે.
આ તારીખે ભારત પાકિસ્તાનની મેચ
કોઇ પણ ટુર્નામેન્ટ હોઈ ક્રિકેટ રસિકો ભારત પાકીસ્તાન મેચની આતુરતાથી રાહ જોતા હોય છે. જો કે આ વખતે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનને એક ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. એશિયા કપમા ભારત પાકીસ્તાન 2 સપ્ટેમ્બરે ટકરાશે. આ મેચ શ્રીલંકા મા રમાશે.
Asia Cup 2023 Schedule Time Table: એશિયા કપનો કાર્યક્રમ
એશિયા કપ ગ્રુપ સ્ટેજ
તારીખ | મેચ | સ્થળ |
30 ઓગસ્ટ | પાકિસ્તાન V/s નેપાળ | મુલતાન, પાકિસ્તાન |
31 ઓગસ્ટ | બાંગ્લાદેશ V/s શ્રીલંકા | કેન્ડી, શ્રીલંકા |
2 સપ્ટેમ્બર | પાકિસ્તાન V/s ભારત | કેન્ડી, શ્રીલંકા |
3 સપ્ટેમ્બર | બાંગ્લાદેશ V/s અફઘાનિસ્તાન | લાહોર, પાકિસ્તાન |
4 સપ્ટેમ્બર | ભારત V/s નેપાળ | કેન્ડી, શ્રીલંકા |
5 સપ્ટેમ્બર | શ્રીલંકા V/s અફઘાનિસ્તાન | લાહોર, પાકિસ્તાન |
એશિયા કપ શેડ્યૂલ સુપર 4
તારીખ | મેચ | સ્થળ |
6 સપ્ટેમ્બર | A1 V/s B2 | લાહોર, પાકિસ્તાન |
9 સપ્ટેમ્બર | B1 V/s B2 | કોલંબો, શ્રીલંકા |
10 સપ્ટેમ્બર | A1 V/s A2 | કોલંબો, શ્રીલંકા |
12 સપ્ટેમ્બર | A2 V/s B1 | કોલંબો, શ્રીલંકા |
14 સપ્ટેમ્બર | A1 V/s B1 | કોલંબો, શ્રીલંકા |
15 સપ્ટેમ્બર | A2 V/s B2 | કોલંબો, શ્રીલંકા |
એશિયા કપ 2023 ની ફાઇનલ મેચ
એશિયા કપની ફાઈનલ મેન 17 સપ્ટેમ્બર કોલંબો શ્રીલંકામા રમાશે. જેમા સુપર-4માં ટોપ પર રહેનારી બે ટીમો વચ્ચે ફાઈનલ રમાશે.