Gujarat Weather : ફરી ગુજરાતમાં થશે કમોસમી વરસાદની એન્ટ્રી, જુઓ હવામાન વિભાગની આગાહી

આગાહી

ગુજરાતમાં હાલના દિવસોમાં શિયાળાની ઠંડીનો અનુભવ થવાનો શરૂ થયો છે તેની સાથે જ ફરી રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 4 દિવસ સૂકું વાતાવરણ રહેશે. 8-9-10 જાન્યુઆરી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર સર્જાયેલી બે વરસાદી સિસ્ટમના કારણે 7 જાન્યુઆરીથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. જો કે આ સમયમાં પણ લઘુત્તમ તાપમાન માં કોઈ ફેરફાર ન થવાના સંકેત મળે છે. જો કે 10 જાન્યુઆરી બાદ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.રાજ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ટ્રફ રેખા ગુજરાત તરફ આગળ વધતા 7 જાન્યુઆરી બાદ વરસાદી માહોલ જામી શકે છે.

ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં ફરીથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે અને હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા ઉત્તર ભારતનાં બીજાં રાજ્યોમાં થશે જ્યારે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે મહારાષ્ટ્ર તથા દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદ પડશે.

પાડોશી રાજ્યોની સાથેસાથે ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં બે દિવસ વરસાદની શક્યતા છે, કચ્છ માટે હાલ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી પરંતુ તેમાં હવામાન પલટાઈ શકે છે.

ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?

8 જાન્યુઆરી કયાં પડશે વરસાદ


8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ દમણ , નવસારી, ડાંગ, વલસાડ , દાદરનગર હવેલીમાં વરસાદની આગાહી છે.

9 જાન્યુઆરીએ આ વિસ્તારમાં પડશે વરસાદ


હવામાન વિભાગે 9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહીના સંકેત આપ્યા છે.

10 જાન્યુઆરીએ ક્યાં પડશે વરસાદ


હવામાન વિભાગના અનુમાન મુજબ 10 જાન્યુઆરીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

અભિમન્યૂ ચૌહાણે કહ્યું કે….

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યૂ ચૌહાણે કહ્યું કે રાજ્યમાં ઠંડીની સિઝનમાં વરસાદ પડશે તેનું કારણ એવું છે કે, અરબી સમુદ્ધમાં એક સિસ્ટમ બની રહી છે જેના કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા દેખાઇ રહી છે. ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ બનશે જેને કરાણે તાપમાનમાં વધારો થશે.

ગુજરાતમાં આ વખતે ચોમાસું ઘણું સારું રહ્યુ હતું એટલે જગતના તાતને સારા પાકની આશા હતી, પરંતુ થોડા સમય પહેલા કમોસમી વરસાદ તેમાં પણ કેટલાંક વિસ્તારોમાં તો કરા પડવાની કારણે પાકને નુકશાન થયું હતું. હવે જો ફરી કમોસમી વરસાદ પડશે તો ખેડુતોને મોટું નુકશાન થશે.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો