પીએમ કિસાન યોજના (Pm Kisan Yojana): 14 મો હપ્તો આ તારીખે થશે જમા

પીએમ કિસાન યોજના (Pm Kisan Yojana): પીએમ કિસાન સન્માન નિધિ યોજના એક કેન્દ્રીય સરકારી સ્કીમ છે. આ યોજનાની શરુઆતે કેન્દ્ર સરકારે જરૂરિયાતમંદ અને ગરીબ ખેડૂતોને મદદ કરવા માટે કરી છે. જેમાં આ યોજના હેઠળ 13 હપ્તાની જાહેરાત થઈ ગઈ છે. હવે 14મા હપ્તાની રાહ જોવાઇ રહી છે. તો ચાલો જાણીએ પીએમ કિસાન 14 મો હપ્તો ક્યારે જમા થશે.

પીએમ કિસાન યોજના 2000: કેન્દ્ર સરકારરે આ યોજનાની શરૂઆત 2019 માં કરી હતી. પીએમ કિસાન યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રકમ 2000 ના ત્રણ હપ્તા દ્વારા ખેડૂતના ખાતામાં સીધા જમા કરવામાં આવે છે. અત્યાર સુધી 13 હપ્તાની રકમ ખેડૂત ના ખાતામાં જમા કરવામાં આવી છે. આગામી 28 જુલાઈના રોજ 14મો હપ્તો જમા કરવામાં આવશે.

પીએમ કિસાન યોજના (Pm Kisan Yojana): 14 મો હપ્તો આ તારીખે થશે જમા
પીએમ કિસાન યોજના (Pm Kisan Yojana): 14 મો હપ્તો આ તારીખે થશે જમા

પીએમ કિસાન યોજના (Pm Kisan Yojana) – વિશે માહિતી

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (Pradhan Mantri Kisan Samman Nidhi)
શરૂઆત2019
રાજ્યભારતના તમામ રાજ્યો
હેતુજરૂરિયાતમંદ અને ગરીબ ખેડૂતોને મદદ કરવા
સહાયવાર્ષિક 6000/- રૂપિયાની સહાય મળે
કોને લાભ મળે છે.દેશના ખેડૂતો
સત્તાવાર વેબસાઇટpmkisan.gov.in

પીએમ કિસાન યોજના ક્યારે શરૂ કરવા આવી હતી? (pm kisan yojana launch date)

આ યોજના સૌપ્રથમ તેલંગાણા સરકાર દ્વારા રાયથુ બંધુ યોજના તરીકે અમલમાં મૂકવામાં આવી હતી , જ્યાં ચોક્કસ યોગ્યતા ધરાવતા ખેડૂતના ખાતામાં રકમ જમા કરવામાં આવે છે. આ યોજના સફળ અમલીકરણ માટે વિશ્વ બેંક સહિત વિવિધ સંસ્થાઓ તરફથી પ્રશંસા પ્રાપ્ત થઈ. આ યોજનાના સકારાત્મક પરિણામ સાથે, ભારત સરકાર તેને દેશવ્યાપી પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકી અને 1 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતના વચગાળાના કેન્દ્રીય બજેટ દરમિયાન પીયૂષ ગોયલ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી.

2018-2019 માટે, આ યોજના હેઠળ ₹20,000 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. 24 ફેબ્રુઆરી 2019 ના રોજ, નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક કરોડથી વધુ ખેડૂતોને ₹2,000 નો પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરીને યોજનાની શરૂઆત કરી હતી. અત્યાર સુધી 13 હપ્તાની રકમ ટ્રાન્સફર થઈ ગઈ છે.

પીએમ કિસાન યોજના નો 14 મો હપ્તો ક્યારે મળશે (PM kisan 14th Installment 2023)

પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કેન્દ્ર સરકારે કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં સીધા 2000 રૂપિયા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 13 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 14મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. હવે આ હપ્તાને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યા છે. 28 જુલાઈના રોજ 14મો હપ્તો જમા કરવામાં આવશે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ (pm kisan yojana beneficiary List)

પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ માં નામ છે કે નહિ તે જોવા નીચેના સ્ટેપ ફોલો કરો

  • સ્ટેપ 1: સૌપ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • સ્ટેપ 2: અહીં લાભાર્થી યાદીનો (beneficiary List) વિકલ્પ પસંદ કરો અને હવે નવું પેજ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • સ્ટેપ 3: બધી વિગતો માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી જોઈ શકશો.
  • સ્ટેપ 4: આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

Pm Kisan kyc ઓનલાઈન અપડેટ કેવી રીતે કરવું? (pm kisan yojana e kyc Update)

પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે KYC કરવું ફરજિયાત છે. જે લાભાર્થીએ KYC નહિ કર્યું હોય તેને હપ્તાની રકમ નહિ મળે. કેવી રીતે KYC કરવું તેની માહિતી નીચ મુજબ આપી છે.

  • સ્ટેપ 1: સૌપ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in મુલાકાત લો અને KYC ઓપ્શન પર ક્લિક કરો.
  • સ્ટેપ 2: હવે આધાર કાર્ડ નંબર એન્ટર કરો, કેપ્ચા કોડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યો છે, તે એન્ટર કરો.
  • સ્ટેપ 3: હવે તમારા મોબાઈલ પર OTP આવશે. OTP પ્રાપ્ત થયા બાદ તે એન્ટર કરો. ત્યારબાદ KYC વેરિફિકેશન સરળતાથી પૂર્ણ થઈ જશે.

પીએમ કિસાન યોજના 14 મા હપ્તાનુ સ્ટેટસ ચેક કરો (pm kisan status check)

14માં હપ્તા નું સ્ટેટસ કરવા નીચેના સ્ટેપ ફોલો કરો.

  • સ્ટેપ 1: પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટની pmkisan.gov.in મુલાકાત લો.
  • સ્ટેપ 2: ત્યારબાદ હોમપેજ પર આપવામાં આવેલ ‘Beneficiary Status’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: ત્યારપછી રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 4: ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.

પીએમ કિસાન યોજના હેલ્પલાઈન નંબર (Pm kisan Yojana Helpline Number)

પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત ભાઇઓને ઘણી વખત, હપ્તાની રકમ સમયસર ન આવે, ઇ-કેવાયસી વેરિફિકેશન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમે તરત જ પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર કૉલ કરી શકો છો.

  • વડાપ્રધાન કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
  • પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર: 155261
  • પીએમ કિસાન લેન્ડલાઇન નંબર: 011-23381092, 23382401
  • પીએમ કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
  • પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છેઃ 0120-6025109

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

1. ભારતમાં પીએમ કિસાન યોજના કયા વર્ષથી કાર્યરત થઈ છે ?

24 ફેબ્રુઆરી 2019 ના રોજ, નરેન્દ્ર મોદી દ્વારા

2. પીએમ કિસાન યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલા ટકા ભંડોળ આપવામાં આવે છે ?

પીએમ કિસાન યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા 100 ટકા ભંડોળ આપવામાં આવે છે?

3.પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ

અગત્યની લીંક

પીએમ કિસાન યોજનાની વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો