Raksha Bandhan 2023: શ્રાવણ મહિનામા ઘણા તહેવારો આવે છે તે પૈકી રક્ષાબંધન પણ એક મોટો તહેવાર શ્રાવણ માસમા આવે છે. આ વર્ષે રક્ષાબંધન કયા દિવસે ઉજવવી શુભ રહેશે તેને લઇને લોકોમાં મૂંઝવણની સ્થિતિ છે. તમે પણ જાણી લો કે રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટ કે 31 ઓગસ્ટે
રક્ષાબંધન 2023: ભાઈ-બહેનના પવિત્ર સ્નેહનું પ્રતીક એટલે રક્ષાબંધનનો તહેવાર. આ વખતે રક્ષાબંધન બે દિવસે ઉજવવામાં આવનાર છે. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂનમે ભદ્રા યોગ હોવાના કારણે આ વર્ષે રક્ષાબંધન નુ પર્વ 30 અને 31 ઓગસ્ટે એમ 2 દિવસ છે.
Raksha Bandhan 2023: ક્યારે છે રક્ષાબંધન?
આ વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂનમે ભદ્રા યોગ હોવાના કારણે રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટે એમ 2 દિવસ રહેશે. રક્ષાબંધન ના રાખડી બાંધવાના શુભ મુહૂર્ત 30 ઓગસ્ટ, બુધવારે રાત્રે 8.57 થી શરૂ કરીને 31 ઓગસ્ટ ગુરૂવારે ઉદયાતિથિમાં સવારે 7.46 વાગ્યા સુધી રહેનાર છે. સ્ર્હાવણ મહિનાની પુનમ 30 ઓગસ્ટ સવારે 10.13 થી શરૂ થશે. ભદ્રાકાળ સવારે 10.23 વાગ્યાથી લઈને રાત્રે 8.57 વાગ્યા સુધી રહેનાર છે.
Raksha Bandhan 2023 Muhurat: રક્ષાબંધન શુભ મુહુર્ત
30 ઓગસ્ટે ભદ્રા મૃત્યુ લોકની હોવાના કારણે સવારે 10.13 વાગ્યાથી લઈને 8.57 સુધી રાખડી નહી બાંધી શકાય. એવી માન્યતા છે કે ભદ્રાનો યોગ હોવા પર રાખડી બાંધવી શુભ હોતી નથી. રાખડી હંમેશા ભદ્રા રહિત કાળમાં બાંધવી જ શુભ માનવામાં આવે છે.
રક્ષાબંધન પર વર્ષો બાદ રચાઇ રહ્યો છે પંચ મહાયોગ
30 ઓગસ્ટે સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર તથા શનિ ગ્રહ પંચ મહાયોગ બનાવી રહ્યાં છે. આ ગ્રહોની સ્થિતિથી બુધાદિત્ય, વાસરપતિ, ગજકેસરી અને શશ યોગ બની રહ્યાં છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ યોગમાં કરવામાં આવેલી ખરીદી તથા નવા કામની શરૂઆત શુભ ફળદાયી સાબિત થાય છે. રક્ષાબંધન પર ગ્રહોની આવી સ્થિતિ આશરે 700 વર્ષ બાદ બની રહી છે.
રાખડી બાંધવાના નિયમ
ભાઇને રાખડી બાંધતી વખતે બહેન પૂજાની થાળીમાં રાખડી, રોલી, દીવો, કંકુ, અક્ષત અને મિઠાઇ મૂકો. રાખડી બાંધતા પહેલા ભાઇના માથા પર તિલક કરો અને પછી જમણા હાથમાં રાખડી બાંધો. કાંડા પર રક્ષાસૂત્ર બાંધતી વખતે બહેન પોતાના ભાઇના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે.