The Battle Story of Somnath: ગુજરાતના સોમનાથ મંદિરના ઈતિહાસ પર બનશે ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ ફિલ્મ, નિર્માતાઓએ ફિલ્મનું એનિમેટેડ ટીઝર કર્યું રિલીઝ.
સોમનાથ મહાદેવના મંદિરના ઈતિહાસ પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. પેન ઈન્ડિયા દ્વારા ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ની જાહેરાત સાથે એક ટીઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
ફિલ્મના નિર્માતાઓએ શનિવારે એનિમેટેડ ટીઝર રિલીઝ કરીને ફિલ્મની જાહેરાત કરી હતી. ઈ.સ 1025માં મહમૂદ ગઝનવીએ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર પર કરેલા હુમલા અંગેની ફિલ્મ સ્ટોરી છે.
The Battle Story of Somnath
“ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ” અનુપ થાપા દ્વારા લખાયેલ અને નિર્દેશિત. આ ફિલ્મ મહમૂદ ગઝનીના સોમનાથ આક્રમણની સત્ય ઘટના પર આધારિત છે. આ સમગ્ર ભારતમાં ફિલ્મ હિન્દી અને તેલુગુમાં બનાવવામાં આવશે અને તે 2 ઇડિયટ્સ ફિલ્મ્સના બેનર હેઠળ 12 ભાષાઓમાં રિલીઝ થશે, જેનું નિર્માણ મનીષ મિશ્રા દ્વારા કરવામાં આવ્યું છે અને રણજિત શર્મા દ્વારા સહ નિર્માતા છે.
સોમનાથ મંદિર પર આધારિત છે ફિલ્મ
ફિલ્મની કહાની ગુજરાતના વેરાવળ બંદર સ્થિત સોમનાથ મંદિર પર આધારિત છે, જેને અનેક મુઘલ શાસકો દ્વારા વારંવાર તોડવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવ એ 12 જ્યોતિર્લિંગમાં સર્વ પ્રથમ સ્થાન ધરાવે છે. નોંધનીય છે કે સોમનાથ મંદિરનું નિર્માણ ચંદ્રદેવ સોમરાજે કરાવ્યું હતું. ટીઝરમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે ઈ.સ. 1025માં મહમૂદ ગઝનવીએ આ મંદિર પર હુમલો કર્યો હતો. કહેવાય છે કે આ યુદ્ધમાં 50 હજારથી લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ગઝનવીએ સોમનાથ મંદિરમાંથી 20 લાખ દિનારની સંપત્તિ લૂંટી હોવાનું કહેવાય છે. ગઝનવીએ મંદિરની અનેક મૂર્તિઓ અને શિવલિંગ પણ તોડી નાખ્યું હતું. ફિલ્મના ટીઝરમાં આક્રમણ બાદ કરેલા પુનઃનિર્માણની વાત પણ કરાઈ છે. છેલ્લે ભારતના પૂર્વ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.