જાન્યુઆરી આવે એટલે, પતંગના શોખીન પણ 14 જાન્યુઆરીની રાહ જોતા હોય છે. અને 14 જાન્યુઆરીએ પવનની ગતિ કેવી રહેશે અને ગુજરાતનું હવામાન કેવુ રહેશે તેની પણ લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ગુજરાતના હવામાન અંગે 2023નુ વર્ષ કોયડા સમાન રહ્યુ હતુ તેવી રીતે 2024નું વર્ષ પણ હવામાન માટે કાંઈક અંશે ગૂંચવણભર્યુ તો રહેવાની શક્યતા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણમાં ગુજરાતમાં પવન અને હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે.
તો તમને જણાવી દઈએ કે…. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં (Gujarat) જોઈએ એવી કાતિલ ઠંડી (Cold Wave) પડી રહી છે. આ વર્ષે ઉત્તરાયણમાં પતંગરસિયાઓની મજા બગડી શકે છે.
ઉત્તરાયણના દિવસોમાં પવન કેવો રહેશે?
જાન્યુઆરી મહિના ઠંડીનો ચમકારો રહેશે. 5 અને 6 જાન્યુઆરીમા વાદળછાયુ વાતાવરણ રહેશે. 10 થી 13 તારીખમાં જાન્યુઆરીના રાજ્યના હવામાનમા પલટો આવેશે. જોકે 11 જાન્યુઆરી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.
14મી જાન્યુઆરી ઉત્તરાયણના પૂર્વ મધ્યરાત્રીએ પવનનુ જોર સાથે સવારે ઠંડી રહેશે. સવારમાં પવનની ગતિ થોડી ઝડપી રહેશે. બપોર બાદ ધીમો પડશે. રાતે સ્પીડમાં પવન ફૂંકાશે. આ સાથે 15 જાન્યુઆરીની મધ્યરાત્રીએ પવનનુ જોર રહેશે. 16 અને 17 જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, 24 જાન્યુઆરીના રોજ ઠંડીનો ચમકારો રહેશે. આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમા ઘણા પલટા આવવાની શક્યતા રહેશે. ઉત્તરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે.