કન્જક્ટીવાઈટીસ: જાણો આંખ આવવાથી બચવાના ઉપાયો

કન્જક્ટીવાઈટીસ વાયરસનો કહેર ચાલુ વર્ષે સતત વાદળછાયું વાતાવરણ વચ્ચે ભેજ વધુ રહેતા આંખોના ઇન્ફેકશનના કેસમાં મોટો વધારો નોંધાયો છે. હાલ જિલ્લાભરના ખાનગી અને સરકારી દવાખાનામાં રોજના 1 હજારથી વધુ દર્દી આંખના ઈન્ફેકશનની સારવાર લઇ રહ્યા છે.

કન્જક્ટીવાઈટીસ: જાણો આંખ આવવાથી બચવાના ઉપાયો
કન્જક્ટીવાઈટીસ: જાણો આંખ આવવાથી બચવાના ઉપાયો

કન્જક્ટીવાઈટીસ

આ વાયરસને સામાન્ય રીતે આંખ આવવી કહેવામાં આવે છે. શહેરોમાં આ વાયરસનો સતત વધારો જોવા મળે છે. આંખોમાં જોવા મળતો આ વાઇરસથી ગભરાવાની જરૂર નથી પણ, વધુ ફેલાય નહીં તે માટે નજીકના આરોગ્ય કેન્દ્ર માંથી યોગ્ય સારવાર મેળવો અને જરૂરી સાવચેતી રાખવી. દિવસેને દિવસે ટૂંકા સમયમાં જ આ રોગ લોકોમાં પ્રસરી રહ્યો છે. સાથે જ આંખ આવવાના કેસમાં દર્દીઓ દ્વારા માન્યતા પ્રમાણે ઘરગથ્થુ ઈલાજ કરવામાં આવે છે, જે યોગ્ય નથી, નિષ્ણાંત તબીબ પાસેથી રોગની સારવાર મેળવવી યોગ્ય હોય છે.

આંખ આવવી

ચોમાસાના પ્રારંભ સાથે મચ્છરજન્ય રોગ ઉપરાંત કન્જેક્ટિવાઇટિસ એટલે કે આંખ આવવાના કેસમાં 40 ટકા જેટલો વધારો થયો છે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે એડવાઈઝરી જાહેર કરી જણાવ્યું કે, ગભરાવાની જરૂર નથી પણ, આંખોની સમયસર સારવાર અને વધુ ન ફેલાય તે માટે સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાયરલ કન્જેક્ટિવાઇટિસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

કન્જક્ટીવાઈટીસ ના લક્ષ્યો

  • આંખો લાલ થવી
  • આંખમાં ખંજવાળ આવવી
  • આંખમાંથી સતત પાણી પડવું
  • આંખમાં દુ:ખાવો થવો
  • આંખના પોપચાં ચોંટી જવા

આંખ આવવાના કારણો

  • છીંક/ખાંસી દ્વારા ચેપ લાગવાથી
  • ચેપગ્રસ્તના સીધા સંપર્કમાં આવવાથી
  • ધૂળ-રજકણ, કૂલનાં પરાગરજ દ્વારા

કન્જકટીવાઇટીસ મા શું કરવું?

  • ચેપી વ્યક્તિએ ચશ્મા પહેરવા
  • ચેપી વ્યક્તિનો રૂમાલ અલગ રાખવો
  • સંક્રમિત વ્યકિતએ વારંવાર હાથ ધોવા
  • તબીબોની સલાહ મુજબ સારવાર કરાવવી

કન્જકટીવાઇટીસ મા શું ના કરવું?

  • વારંવાર આંખને સ્પર્શ કરવી નહિ
  • ચેપી વ્યક્તિની ચીજવસ્તુઓથી દૂર રહેવું
  • જાતે કોઈપણ વાના ટીપાં આંખમાં નાખવા નહિ

કન્જક્ટીવાઈટીસ વાયરસ ચેપી રોગ છે. તેનો ભોગ બનેલ વ્યક્તિથી દૂર રહેવું જોઈએ, તેમજ રૂમાલ, કપડાં સહિત તમામ વસ્તુઓ અલગ રાખવી તથા સંપર્ક ટાળવાનો પ્રયાસ કરવો.હોટલ, હોસ્ટેલ, મેળાવડા, બસ સ્ટેશન સહિતની ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ.આંખ લાલ થાય કે દુખાવો થાય ત્યારે ડોક્ટરને બતાવી તેમણે આપેલા ટીપા નાખવા, દવાના સ્ટોર માંથી સીધા લાવીને ટીપા નહીં નાંખવા જણાવ્યું છે. અસરગ્રસ્ત વ્યકિતએ ચશ્મા પહેરીને ઘરમાં ફરવું જોઈએ જેથી અન્ય સભ્યોને ચેપ ન લાગે.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો