જાણવા જેવી માહિતી: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) ગુજરાતમાં ચાલતી બસોની સંચાલન કરે છે. આ રાજયની માલિકીનું છે. GSRTC નું મુખ્ય મથક ગાંધીનગર ખાતે આવેલું છે. તેની પાસે 10000 કરતાં પણ વધારે બસો છે. પણ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ગુજરાત ST બસની ઉપર સોમનાથ, અમુલ, સાબર આવા શબ્દો કેમ લખેલા હોય છે? તો ચાલો જાણીએ તેમના વિશે વિસ્તારથી માહિતી.
જાણવા જેવી માહિતી: GSRTC Divisions Name
ગુજરાત ST રાજયમા દરરોજ લોકલ, એક્સપ્રેસ અને લક્ઝરી બસ સેવાઓ પૂરી પાડે છે તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ માટે તથા વિકલાંગ લોકો માટે આ એસ.ટી, દ્વારા ખાસ બસ સુવિધા પૂરી પાડે છે. આ એસ.ટી, બસની જાળવણી માટે ઘણા બધા ડેપો આવેલા છે. આ GSRTC ઓનલાઈન ટિકિટ, સીટોનું એડવાન્સ બુકિંગ અને રિઝર્વેશન ની સુવિધાઓ પણ ઓનલાઇન ઉપલબ્ધ છે. તેમજ તેમની એપ્લિકેશન ઉપર પણ આ બધી સુવિધા રાખવામા આવી છે.
GSRTC લક્ઝરી બસોની પણ સુવિધાઓ
GSRTC સારી લક્ઝરી બસો ની સુવિધા પણ આપે છે જેમાં વધારાની સુવિધાઓ જેમ કે રિક્લાઈનિંગ સીટ, ફૂટરેસ્ટ અને ઓનબોર્ડ એન્ટરટેઈનમેન્ટ જેવી સુવિધાઓ સામેલ હોય છે. ટ્રાવેલિંગ કરતાં લોકોને સલામતી અને આરામ સુનિશ્ચિત કરવા માટે તેની બસોનુ નિયમિત મેઇન્ટેનન્સ કરવામાં આવતુ રહે છે. GSRTC Divisions Name પાસે તેમની બસોની જાળવણી અને સમારકામની કામ કરવા માટે રાજ્યભરમાં ડેપો અને વર્કશોપનું ખૂબ જ વિશાળ નેટવર્ક છે.
ગુજરાત ST બસ માં સોમનાથ, સાબર, અમૂલ આવા શબ્દો કેમ લખેલા હોય છે?
આપણે જોઇએ છીએ કે ગુજરાત ST ની દરેક બસ ઉપર સોમનાથ, દ્વારકા, બનાસ, પાવાગઢ આવા કોઇ નામ લખેલ હોય છે. આપણે ઘણી વખત આ નામ નો અર્થ શોધતા હોઇએ છીએ. ચાલો જાણીએ આ બધા નામ નો અર્થ શું થાય?
આ બસોમાં ઉપર આપેલા નામ તેમના વિસ્તાર મુજબ આપવામાં આવે છે જે આપણે નીચે પ્રમાણે જોઈએ.
- આશ્રમ: અમદાવાદ વિભાગની એસ.ટી. બસ
- સાબર: હિમ્મતનગરની એસ.ટી. બસ
- દ્વારકા: જામનગર વિભાગની એસ.ટી. બસ
- ગિર: અમરેલી વિભાગની એસ.ટી. બસ
- નર્મદા: ભરુચ વિભાગની એસ.ટી. બસ
- શેત્રુંજય: ભાવનગર વિભાગની એસ.ટી. બસ
- કચ્છ: ભૂજ વિભાગની એસ.ટી. બસ
- પાવાગઢ: ગોધરા વિભાગની એસ.ટી. બસ
- બનાસ: પાલનપૂર વિભાગની એસ.ટી. બસ
- સૌરાષ્ટ્ર: રાજકોટ વિભાગની એસ.ટી. બસ
- સોમનાથ: જુનાગઢ વિભાગની એસ.ટી. બસ
- મોઢેરા: મહેસાણા વિભાગની એસ.ટી. બસ
- અમુલ: નડિયાદ વિભાગની એસ.ટી. બસ
- સૂર્યનગરી: સુરત વિભાગની એસ.ટી. બસ
- વિશ્વામિત્રી: વડોદરા વિભાગની એસ.ટી. બસ
- દમણ ગંગા: વલસાડ વિભાગની એસ.ટી. બસ
આવી રીતે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ના વિભાગ છે, GSRTC Divisions Name જેમાં બસ કયા વિભાગની છે તેના પર બસની આગળ કાચ ઉપર નામ લખેલું હોય છે. ગુજરાત એસ.ટી. ની લકઝરી, વોલોવો, સ્લીપર જેવી લાંબા રૂટની બસો ખૂબ જ સારી સુવિધા પુરી પાડે છે. ઉપરાંત ઓનલાઇન બુકીંગ, બસ ટ્રેકીંગ જેવી સુવિધાઓ પણ પુરી પાડે છે.
GSRTC સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો: ST બસોમાં વિદ્યાર્થી અને મુસાફરો હવે ઘેર બેઠાં ઇ-પાસ મેળવી શકશે