અંબાલાલ પટેલ ની મોટી આગાહી: આવનારા 3 દિવસ ગુજરાત માટે અતિ ભારે, આ વિસ્તારોમાં આભ ફાટશે

અંબાલાલ પટેલ ની મોટી આગાહી: હાલ ગુજરાતમાં ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે. ત્યાં ઘણા જિલ્લાઓમાં વાદળ છાયું વાતવરણ અને અમુક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકી ને વરસી રહીયો છે ત્યારે ફરી એક વખત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ એ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાનું અનુમાન કર્યું છે.

અંબાલાલ પટેલ ની મોટી આગાહી: આવનારા 3 દિવસ ગુજરાત માટે અતિ ભારે
અંબાલાલ પટેલ ની મોટી આગાહી: આવનારા 3 દિવસ ગુજરાત માટે અતિ ભારે

અંબાલાલ પટેલ ની મોટી આગાહી: Weather Expert Ambalal Patel Rain Forecast

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જુલાઈ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ રહેશે તેની આગાહી પેહલાથી જ કરી દીધી છે. વધુ માં અંબાલાલ પટેલે જણાવે છે કે,દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડવાની આગાહી છે, જુલાઈ મહિનાના અંતમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી હતી, જેનાથી નદીઓ, જળાશયો અને તળાવો છલકાશે તેવી આગાહી કરી છે.

ગુજરાતમાં આગામી 7 થી 12 જુલાઈ સુધી વરસાદનું જોર વધુ રહેવાની શકયતાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ આવશે. જુલાઈના અંતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં વરસાદ પડવાની શકયતાઓ છે. જુલાઈ મહિનાનો વરસાદ ગુજરાતના ડેમો અને જળાશયોમાં નવા નીર લાવશે. ઓગસ્ટ મહિના અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં તાપી નદીના જળસ્તરમાં વધી શકે છે. સાથે સાથે અંબાલાલ પટેલ જણાવે છે કે આ વર્ષે કાતરા નામની જીવાત નો ઉપદ્રવ વધે તેવી પણ આગાહી કરી છે.

વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

આ ઉપરાંત હવામાન ખાતા દ્વારા 8 જુલાઈએ કચ્છ અને જામનગરમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં યેલો એલર્ટ અપાયું છે. આવતીકાલે કચ્છ અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

આ જિલ્લાઓમાં થશે ભારે વરસાદ

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે (7 જુલાઈ)એ અમરેલી, ભાવનગર અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે અમરેલી, ભાવનગર, આણંદમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

હોમ પેજઅહીં ક્લિક કરો

લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો