Shikshan Sahay Yojana In Gujarati: બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ બાંધકામ શ્રમિકના બે બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી સહાય મેળવીને પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે આ યોજનાનો ઉદ્દેશ છે. ગુજરાત સરકાર દ્રારા શ્રમયોગી શિક્ષણ સહાય સહાય યોજના શરૂ કરવામાં આવી છે.
શિક્ષણ સહાય યોજના: બાંધકામ શ્રમયોગીના પત્નીને પણ હવેથી આ યોજના હેઠળ શિક્ષણ સહાય મળવા પત્ર છે. (વય મર્યાદા – ૩૦ વર્ષ) આ લેખ માં આપણે જાણીશું શિક્ષણ સહાય યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે.
Shikshan Sahay Yojana In Gujarati
યોજના નું નામ | શ્રમયોગી શિક્ષણ સહાય યોજના |
વિભાગ | બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત |
લાભાર્થી | ગુજરાત ના બાંધકામ શ્રમિકો ના બાળકો |
મળવાપાત્ર સહાય | રૂ. 30,000 સુધી શિક્ષણ સહાય |
સતાવાર વેબસાઇટ | https://sanman.gujarat.gov.in/ |
હેલ્પલાઈન નંબર | 079-25502271 |
શિક્ષણ સહાય યોજના ના નિયમો
- બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યાની તારીખથી જ આ યોજનાનો લાભ શ્રમિકને મળવાપાત્ર થશે. બાંધકામ શ્રમિક તરીકેનું ઓળખકાર્ડ નોંધણી તારીખથી ત્રણ વર્ષે રીન્યુ થયેલ હોવું જોઇએ.બાંધકામ શ્રમિકે નિયત નમુનામાં અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. પ્રત્યેક શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મળ્યાથી ૩ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
- અરજી સાથે જે તે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યા બાબતના પુરાવા જેવા કે સંસ્થાના આચાર્યનું પ્રમાણપત્ર કે પ્રવેશપત્ર રજૂ કરવાનું રહેશે.
- હોસ્ટેલ પ્રવેશ સંદર્ભમાં સંબંધિત હોસ્ટેલના રેકટર/વોર્ડન/સંસ્થાની અધિકૃત વ્યક્તિની સહીવાળું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- આ સહાય માત્ર સરકારે માન્ય કરેલ હોય તેવી શૈક્ષણિક સંસ્થા/શાળા/કોલેજોમાં પ્રવેશ લીધેલ હોય તેવા બાંધકામ શ્રમિકના પુત્ર/પુત્રી તથા બાંધકામ શ્રમિકના પત્ની (વય મર્યાદા ૩૦ વર્ષ) સંબંધમાં જ મળવાપાત્ર થશે.
- બાંધકામ શ્રમિકના આશ્રિત તેવા માત્ર બે બાળકો તથા બાંધકામ શ્રમીકની પત્ની (વય મર્યાદા ૩૦ વર્ષ) પૂરતી જ સહાય મળવાપાત્ર થશે.
- સરકાર માન્ય સંસ્થા/કોલજો માં થી એક્ષટરનલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા બાંધકામ તરીકેના બાળકોને પણ હાલની ધારા ધોરણ મુજબ શિક્ષણ સહાય મળવા પત્ર થશે.
- નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગમાં અભ્યાસ કરતા બાંધકામ શ્રમિકોના બાળકોને પણ શિક્ષણ સહાય મળવા પત્ર છે.
- જે તે શૈક્ષણિક વર્ષ/સેમેસ્ટરમાં એકવાર અનુતીર્ણ થનાર વિદ્યાર્થીને તે જ ધોરણ/વર્ગ માટે બીજા વર્ષે/સેમેસ્ટર માટે પણ આ સહાય મળવાપાત્ર થશે. અલબત્ત આ સહાય માત્ર એક ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે. તે જ ધોરણ/વર્ગમાં બીજીવાર નાપાસ થનારને તે જ ધોરણ/વર્ગ માટે ફરી સહાય મળવાપાત્ર થશે નહીં.
શિક્ષણ સહાય યોજના માટે મળવાપાત્ર સહાય
ક્રમ | ધોરણ | સહાયની રકમ | હોસ્ટેલ સાથે |
---|---|---|---|
૧ | ધોરણ ૧ થી ૪ | રૂા. ૫૦૦/- | – |
૨ | ધોરણ ૫ થી ૯ | રૂા. ૧૦૦૦/- | – |
૩ | ધોરણ ૧૦ થી ૧૨ | રૂા. ૨,૦૦૦/- | રૂ ૨,૫૦૦/- |
૪ | આઇ.ટી.આઇ. | રૂા. ૫,૦૦૦/- | – |
૫ | પી.ટી.સી. | રૂા. ૫,૦૦૦/- | – |
૫ | ડિપ્લોમાં કોર્ષ | રૂા. ૫,૦૦૦/- | રૂ. ૭,૫૦૦/- |
૬ | ડીગ્રી કોર્ષ | રૂા. ૧૦,૦૦૦/- | રૂ. ૧૫,૦૦૦/- |
૭ | પી.જી. કોર્ષ | રૂા. ૧૫,૦૦૦/- | રૂ. ૨૦,૦૦૦/- |
૮ | પેરા મેડીકલ, નર્સિંગ, ફાર્મસી, ફીસીયોથેરાપી, હોમીયોપેથી, આયુર્વેદ | રૂા. ૧૫,૦૦૦/- | રૂ. ૨૦,૦૦૦/- |
૯ | મેડીકલ/એન્જિનીયરીંગ/ એમ.બી.એ./એમ.સી.એ./ આઇ.આઇ.ટી. | રૂા. ૨૫,૦૦૦/- | રૂ. ૩૦,૦૦૦/- |
૧૦ | પી.એચ.ડી | રૂા. ૨૫૦૦૦/- | – |
શિક્ષણ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ
- વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું બોનાફાઇડ સર્ટિફિકેટ
- આધાર કાર્ડ
- બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક
- વિદ્યાર્થીના છેલ્લા વર્ષનું રીઝલ્ટ
- શાળા કે કોલેજમાં ફી ભર્યા ની રીસીપ્ટ
- જો રૂપિયા 5000 કે તેથી વધુની સહાય હોય તો સોગંદનામુ અને સંબંધી પત્રક ભરવાનું રહેશે
શિક્ષણ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
અરજદાર https://sanman.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ લિંક
સતાવર વેબસાઇટ | https://bocwwb.gujarat.gov.in https://sanman.gujarat.gov.in |
અરજી ફોર્મ | ડાઉનલોડ કરો |
Helpline number | 079-25502271 |
આ પણ વાંચો: ફ્રી સિલાઈ મશીન યોજના
Scholarship