“મેરી માટી મેરા દેશ” (Meri Mati Mera Desh Campaign) મન કી બાતનો 103મો એપિસોડતમાં સંબોધન કરતા પીએમ મોદીએ શહીદોના સન્માનમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન ચલાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું- આજે દેશમાં અમૃત મહોત્સવની ગુંજ છે. 15મી ઓગસ્ટ હવે નજીકમાં છે. શહીદોના સન્માનમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન શરૂ કરવામાં આવશે.
Meri Mati Mera Desh Campaign: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ પહેલા જ શહીદોના સન્માનમાં મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ કરવામાં આવશે. અભિયાન અતર્ગત દેશના ખૂણેખૂણેથી 7500 કલશોમાં માટી લઈને દેશની રાજધાની પહોંચશે.
Meri Mati Mera Desh Campaign: મેરી માટી મેરા દેશ
મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ દરેક વ્યક્તિને તેમના હાથમાં માટી સાથે શપથ લેતી સેલ્ફી yuvaa.gov.in પર અપલોડ કરવા અપીલ કરી હતી તેમણે કહ્યું કે, ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર દેશભરમાં તિરંગા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ પ્રયાસોથી લોકો તેમની ફરજો, આઝાદીનું મૂલ્ય અને દેશની આઝાદી માટે આપેલા અસંખ્ય બલિદાનોને યાદ કરી શકે તે માટે આ વર્ષે પણ દરેક ઘરમાં તિરંગો ફરકાવવો જોઈએ.
’મેરી માટી, મેરા દેશ’ અભિયાન
- અમૃત મહોત્સવ અંતર્ગત 9મી ઓગસ્ટથી આરંભાશે ’મેરી માટી, મેરા દેશ’ અભિયાન. ‘માટીને નમન, વીરોને વંદન’ થીમ અંતર્ગત દેશની માટીને વંદન કરવાની સાથે સાથે દેશ માટે શહીદ થનારા વીરોની વંદના પણ કરવામાં આવશે.વસુધા વંદન અંતર્ગત દરેક ગામમાં 75 વૃક્ષો વાવીને અમૃત વાટિકા તૈયાર કરાશે.
- ગામથી તાલુકામથક સુધીની માટી યાત્રા પણ યોજવામાં આવશે, જેમાં ગામની માટીને તાલુકા સ્તરે પહોંચાડવામાં આવશે. દરેક તાલુકામાં બધા ગામોની માટી ભેગી કરીને એક કળશ ભરવામાં આવશે, જેને તાલુકાના એક નવ યુવાન દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવશે.
- ગામ સ્તરે આ અભિયાન અંતર્ગત ‘વસુધા વંદન’ કાર્યક્રમ પણ યોજાશે, જેમાં દરેક ગામમાં 75 વૃક્ષો વાવીને અમૃત વાટિકા તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત ગામનાં બાળકો, યુવાનો અને નાગરિકો પાંચ પ્રણ માટે પણ પ્રતિજ્ઞાબદ્ધ થશે. હાથમાં માટી કે માટીનો દીવો લઈને તેઓ આ પ્રતિજ્ઞા લેશે અને એની સેલ્ફી લઈને આ અભિયાનના ખાસ વેબપેજ પર અપલોડ કરશે તો તેમને ઈ-સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થશે, એવું આયોજન કરવામાં આવ્યું છે.
“મેરી માટી મેરા દેશ” ઝુંબેશ : 9થી 30 ઓગસ્ટ, 2023..#Merimatimeradesh #Gujarat #Martyrs pic.twitter.com/3jb6UqQOtE
— Gujarat Information (@InfoGujarat) July 25, 2023