ભારત હાલ વાતાવરણના વિચિત્ર વળાંકોનો ભોગ બની રહ્યુ હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં એક પછી એક કુદરતી આફતો સર્જાઇ રહી છે. બંગાળની ખાડીમાં દક્ષિણપૂર્વમાં આંદામાનના સમુદ્રમાં લો પ્રેશર વધી જવાના કારણે ચક્રવાતી તોફાન સર્જાય તેવી શક્યતાઓ સર્જાઇ છે. હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીના હવામાનમાં ફેરફારો થઇ રહ્યા છે.
દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર વધી જતા ચક્રવાતી તોફાનનું જોખમ વધી રહ્યું છે. આગામી 48 કલાકમાં આ પ્રેશર દક્ષિણ-પશ્ચિમની પાસે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીની ઉપર ચક્રવાતી તોફાન ‘માઈચોંગ’માં તબ્દીલ થઈ જશે.’
- દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર વધ્યું
- આગામી 48 કલાકમાં ચક્રવાતી તોફાનમાં તબ્દીલ થશે
- ભારેથી અતિભારે વરસાદની સંભાવના
બંગાળની દક્ષિણપૂર્વ ખાડી નજીક દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર વધી જતા ચક્રવાતી તોફાનનું જોખમ વધી રહ્યું છે. હવામાન વિભાગે (IMD) ચેતવણી જાહેર કરીને બંગાળની ખાડીમાં હવામાનમાં કેવા પ્રકારનો ફેરફાર થવા જઈ રહ્યો છે તે અંગે જણાવ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું કે (Weather), ‘આ વાવાઝોડુ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે. 30 નવેમ્બર સુધીમાં બંગાળની ખાડીના દક્ષિણમાં પ્રેશર બની જશે. આ પ્રેશર વધુ ગંભીર બનશે અને આગળ વધશે. આગામી 48 કલાકમાં આ પ્રેશર દક્ષિણ-પશ્ચિમની પાસે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીની ઉપર ચક્રવાતી તોફાન ‘માઈચોંગ’ તબ્દીલ થઈ જશે.’
વરસાદ થવાની સંભાવના
નિકોબાર દ્વીપ સમૂહના મોટાભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે. આંદામાન દ્વીપના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 30 નવેમ્બરના રોજ ભારે વરસાદની સંભાવના છે.
ભારે પવન સાથે વરસાદ
પ્રતિ કલાકે 25-35 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાશે, પ્રતિ કલાકે 45 કિલોમીટર સુધી પવન ફૂંકાઈ શકે છે. બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં 30 નવેમ્બરના રોજ પ્રતિ કલાકે 40-50 કિલોમીટરથી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 1 ડિસેમ્બર સુધી પ્રતિ કલાકે 50-60 કિલોમીટરથી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આ વાવાઝોડુ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે. 30 નવેમ્બર સુધીમાં બંગાળની ખાડીના દક્ષિણમાં પ્રેશર બની શકે છે. આ પ્રેશ વધારે ગંભીર બનીને આગળ વધશે. આગામી 48 કલાકમાં આ પ્રેશર દક્ષિણ-પશ્ચિમ પાસે બંગાળની ખાડીમાં તે ચક્રવાતમાં પરિવર્તિત થશે. હાલ ચક્રવાતનું નામ માઇચોંગ આપવામાં આવ્યું છે.
કમોસમી વરસાદની શક્યતા
નિકોબાર દ્વીપ સમુહના મોટાભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આંદમાન દ્વીપના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. 30 નવેમ્બરે ભારે વરસાદની શક્યતા છે.
તોફાની વરસાદની શક્યતા
હવામાન વિભાગના અનુસાર 25-35 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન ફુંકાશે. બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં 30 નવેમ્બરે 40-50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે. 1 ડિસેમ્બરે 50-60 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી પવન ફુંકાશે
આ પણ વાંચો: ભારતમાં સોનાના ભાવ 1947 થી 2023 સુધી