ગુજરાતમા વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી: ભારે પવન સાથે વરસાદની સંભાવના

ગુજરાતમા વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી: ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં હવે ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 15 જુલાઈથી ફરી વરસાદનો રાઉન્ડ આવશે.

ગુજરાતમા વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી
ગુજરાતમા વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી

ગુજરાતમા વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 15થી 23 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવના છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યા છે. આગાણી 15થી 23 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

15 જુલાઈથી શરૂ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 11 જુલાઈ બાદ વરસાદમાં થોડી રાહત મળશે. પરંતુ તેના ચાર દિવસ બાદ એટલે કે 15 જુલાઈથી એકવાર વરસાદ શરૂ થશે. જે લગભગ 23 જુલાઈ સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે, નદીઓમાં પૂરની આશંકા છે. સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે. તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાની નદીઓમાં પૂર આવશે. આ સાથે નર્મદા, તાપી, રૂપેણ નદીમાં પૂરની આશંકા છે.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો