અંબાલાલ પટેલ કોણ છે? ગુજરાતમાં આગાહી શબ્દ સાંભળતા જ અંબાલાલ પટેલનું નામ દરેકના મો પર આવે. શિયાળો, ઉનાળો કે ચોમાસું એક નામ હંમેશા સામે આવતું હોય છે. અંબાલાલ પટેલનું નામ આગાહી નિષ્ણાત તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. ખાસ કરીને તેમની પાસેથી ચોમાસું કેવું રહેશે એની જાણકારી મેળવવા ખેડૂતો રાહ રાહ જોઈને બેઠા હોય છે.
Ambalal Patel: અંબાલાલ પટેલ આ નામ તમે ઘણી વખત સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલમાં જોયું અને સાંભળ્યું હશે. પણ તેમના પરિચય વિશે કોઈ જાણતા નથી. તે કેવી રીતે હવામાન નિષ્ણાંત બન્યા? તેમણે શું અભ્યાસ કર્યો છે? પહેલી આગાહી ક્યારે કરી હતી? આવી બધી માહિતી આ લેખમાં જોવા મળશે
અંબાલાલ પટેલ વિશે પરિચય (Ambalal Patel biography)
- પૂરું નામ – અંબાલાલા દામોદરદાસ પટેલ
- જન્મ – પહેલી સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમા
- અભ્યાસ – આણંદમાં બી.એસ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર માંથી એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યું છે.
અંબાલાલા પટેલે આણંદમાં બી.એસ. કૉલેજ ઑફ એગ્રીકલ્ચરમાંથી એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યું છે. ત્યાર બાદ 1972માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર તરીકે જોડાયા હતા. જે બાદમાં ઉત્તરોતર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી. તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવી છે. બીજ સુપરવાઈઝર ઉપરાંત સેક્ટર 15 ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ સપ્ટેમ્બર 2005માં નિવૃત થયા છે.
અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા હવામાન નિષ્ણાત?
અંબાલાલ પટેલ એગ્રીકલ્ચર સાથે સાથે જ્યોતિષ વિષયમાં રસ ધરાવે છે. તેઓ ખેડૂતો સાથે મુલાકાત કરતા. અંબાલાલ પટેલ જણાવે છે કે વિવિધ ગામડાંમાં બિયારણ સર્ટિફાઇડ કરવા જવાનું થતું. એ વખતે ખેડૂતને હું પૂછતો કે તમારા કપાસનો યોગ્ય વિકાસ કેમ નથી થયો? તો તેઓ કહેતા કે, વરસાદ બરાબર નથી થયો. એ વખતે મને થતું કે વરસાદ બાબતે સંશોધન કરવું જોઈએ. વરસાદના સંશોધનમાં મને રસ પડ્યો એનાં બીજ મારામાં ખેડૂતો સાથેની વાતચીતથી રોપાયાં. ત્યાર બાદ તેઓેએ જ્યોતિષ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
અંબાલાલ પટેલે પહેલી આગાહી 1980માં કરી હતી.
અંબાલાલ પટેલે હવામાનને લઈ 1980માં પહેલી આગાહી કરી હતી. જેમાં મુખ્ય માધ્યમ પંચાંગ રહેતું અને અગાઉ કહ્યાં તે પુસ્તકોનો પણ સહારો લેતા. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. તેઓ ઠંડી, ગરમી, વરસાદ અને વાતાવરણમાં ક્યારે બદલાવ આવશે તેની આગાહી અગાઉથી કરી દે છે. સાથે જ્યોતિષ માસિક, પંચાંગ, દૈનિક, સાપ્તાહિક, વગેરેમાં લેખો લખવાનું શરૂ કર્યું હતું.
ભૂકંપની આગાહી બદલ સરકારે તેમની ધરપકડ કરી હતી.
તેમણે ખેડૂતોને કૃષિ પાક માટે મદદની ભાવનાથી હવામાનની આગાહી કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ હવામાનની આગાહી સાથે સાથે ભૂકંપની આગાહી પણ કરી હતી. એ સમયે ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર હતી. અંબાલાલ પટેલની ભૂકંપની અગાહીને લઈ સરકાર દોડતી થઈ ગઈ હતી અને અંબાલાલ પટેલની ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જે બાદમાં અંબાલાલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
અંબાલાલ પટેલનો પરિવાર
અંબાલાલ પટેલના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર રાજેન્દ્ર પટેલ ડોકટર છે. હાલ રાજેન્દ્ર પટેલ ધ્રાંગધ્રામાં બાળકોની હોસ્પિટલ ધરાવે છે. બીજો પુત્ર ઑસ્ટ્રેલિયામાં માસ્ટર ઑફ આઇટી – ઇન્ફર્મેશન ટેક્નોલૉજીમાં છે. પુત્રી અલ્કા પટેલ પણ ડૉકટર છે, તેણી બારડોલીમાં પીડિયાટ્રિશિયન છે. અંબાલાલનાં પત્નીનું કોરોનાને કારણે અવસાન થયું હતું.
અંબાલાલ પટેલને ઘણા એવોર્ડ અને સન્માન પત્રો મળ્યા છે.
અંબાલાલ પટેલને અનેક એવોર્ડ અને સન્માનપત્ર પણ મળ્યા છે. ઇન્ટરનેશનલ જયોતિષ સંસ્થા, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા, ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી તેમજ અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.
FAQ – અંબાલાલ પટેલ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
1.અંબાલાલ પટેલનો જન્મ ક્યા થયો હતો.?
– પહેલી સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમા
2.કોણ છે? અંબાલાલ પટેલ
– અંબાલાલ પટેલનું નામ આગાહી નિષ્ણાત તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે.
3.અંબાલાલ પટેલનું પૂરું નામ
– અંબાલાલા દામોદરદાસ પટેલ (Ambalal Damodardas Patel)
આ પણ વાંચો: અંબાલાલ પટેલ ની મોટી આગાહી