Ayushman Card: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે સારા સમાચાર, 11 જુલાઈ થી 10 લાખ રૂપિયા સુધીની સારવાર મેળવી શકાશે. આયુષ્યમાન કાર્ડમાં 5 લાખ સુધીની સહાય મર્યાદા હવે 10 લાખ રૂપિયા સુધી કરવાની કવાયત હાથ ધરાઈ છે.
આયુષ્યમાન કાર્ડ: વિવિધ હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ હાલમાં પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર ફીમા મળે છે. હવે 11મી જુલાઈથી આ ૨કમ વધારીને 10 લાખ રૂપિયાની થઈ એટલે કે આયુષ્યમાન કાર્ડ ધરાવતા લોકોને વિવિધ હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયાના ખર્ચ સુધીની સારવાર ફીમા મેળવી શકશે.
Ayushman Card: ચૂંટણી પહેલાં અપાયેલો વાયદો હવે પૂરો કરાયો
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ માટેનો ઠરાવ તૈયાર છે અને વીમાની રકમ અંગે કંપની અને સરકાર વચ્ચે ટેકનીકલ બાબતનો મુદ્દો હતો તે ઉકેલાઇ ગયો છે. તેથી 11 જુલાઇથી ગુજરાતના નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની સા૨વા૨ આયુષ્માન કાર્ડ હેઠળ નિયત હોસ્પિટલોમાં ફીમાં મળશે.
વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે કાર્ડમા વીમાની રકમ 10 લાખ રૂપિયા કરાશે તેવી જાહેરાત કરી હતી પરંતુ તેનો અમલ થતો નહોતો. હવે એનો ઉકેલ આવી ગયો છે.
આયુષ્માન કાર્ડ વિશે
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2018 શરૂ કરાયેલી આયુષ્માન યોજના દર્દીઓ માટે આશીર્વાદ બની છે. 2018થી 2022 સુધી કુલ 1.67 કરોડ લોકોએ કાર્ડ કઢાવીના આરોગ્ય વીમા કવચનો લાભ લીધો છે. રાજ્યમાં 1.8 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ જારી કરાયેલા છે. 1975 સરકારી અને 853 ખાનગી મળી 2827 હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે.
આયુષ્માન કાર્ડ સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
MahitiGujarat હોમ પેજ | અહી ક્લિક કરો |