Bullet Train Station :અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનનો જૂઓ વીડિયો,

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની પહેલી બુલેટ ટ્રેનનું આલીશાન ટર્મિનલ તૈયાર થઈ ગયું છે અને એનો મસ્ત વીડિયો રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પોસ્ટ પર શેર કર્યો છે. વાઈબ્રન્ટ સમિટ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબનું લોકાર્પણ કરે એવી સંભાવના છે. આ બુલેટ ટ્રેન ટર્મિનલમાં 1500થી વધુ વાહનો માટે ચાર માળનું પાર્કિંગ, હોટલ, બુક સ્ટોલ, સ્વિમિંગ પૂલ પણ હશે.

બુલેટ ટ્રેન સ્ટેશનની માહિતી

સાબરમતી રેલવે સ્ટેશનના જેલ રોડ અને ધર્મનગર સ્ટેશન વચ્ચે યાર્ડ એરિયામાં બુલેટ ટ્રેન માટેના સ્ટેશનની કામગીરી ચાલી રહી છે. બુલેટ ટ્રેન માટે આ સાબરમતી સ્ટેશન એ ટર્મિનલ સ્ટેશન હોવાથી એની નજીકમાં જ લોકોને એક જ જગ્યાએથી ટ્રેન, મેટ્રો, બીઆરટીએસ સહિત અન્ય ખાનગી વાહનોની કનેક્ટિવિટી મળી રહે એ માટે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાયું છે. મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદઘાટન જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય એવી શક્યતા છે.

આ ટ્રેન પ્રોજેક્ટ જાપાન સરકારની ટેકનિકલ અને નાણાકીય સહાયથી ચલાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ 350 કિમી પ્રતિ કલાકની મહત્તમ ડિઝાઇન સ્પીડ સાથે લગભગ 2.07 કલાકમાં બે મોટા શહેરોને જોડવાની અપેક્ષા છે.

આ પ્રોજેક્ટમાં ટનલ અને અંડરસીઝ સાથે 508 KM લંબાઈની ડબલલાઈનનો સમાવેશ થાય છે. સરકારે અનુમાન લગાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે રૂ. 1,08,000 કરોડ થશે અને પ્રોજેક્ટ ખર્ચના 81% જાપાનીઝ સોફ્ટ લોન દ્વારા વાર્ષિક 0.1% દરે લેવામાં આવશે, જેમાં 15 વર્ષનો ગ્રેસ પીરિયડ સહિત 50-વર્ષના પુન:ચુકવણી સમયગાળાનો સમાવેશ થાય છે.

ટિકિટ વિન્ડો

  • આ હબમાં એક જ જગ્યાએથી પેસેન્જરોને બુલેટ ટ્રેનની ટિકિટ બારીની સાથે રેલવે ટિકિટ બારી, મેટ્રો ટિકિટ બારી, બીઆરટીએસની ટિકિટ બારીની સુવિધા મળશે.

બુલેટ ટ્રેનની ખાસિયત

કુલ ટ્રેનઃ 24
એક ટ્રેનમાં કોચઃ 10
એક ટ્રેનમાં યાત્રીઃ 750
  • શરૂઆતમાં રોજના 17,900 પેસેન્જર સફર કરશે વર્ષ 2053 સુધી રોજ્ના 92,900 મુસાફરનો ટાર્ગેટ

મહત્વપૂર્ણ લિંક

વિડીયોજુઓ

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો