EWS આવાસ યોજનાનાં ફોર્મ ભરાવાનું શરૂ, જાણો કેવી રીતે ભરવું અને કયા ડોક્યુમેન્ટ જરૂરી

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, અમદાવાદ શહેરના નરોડા, હાથીપુરા અને ગોતા વિસ્તારમાં EWS-2 કેટેગરી હેઠળ આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 1055 મકાનો બાંધવામાં આવશે. ews housing scheme ahmedabad online form last date આ મકાનો માટેના ફોર્મ 15મી માર્ચથી 13મી મે, 2024 સુધી ભરી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabacity.gov.in પર અરજદારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

કોણ અરજી કરી શકે છે?

આર્થિક રીતે નબળા વિભાગ (EWS) હેઠળ આવતા, 3 લાખથી ઓછી કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ધરાવતા અને 35 ચોરસ મીટર કે તેથી વધુ અને 40 ચોરસ મીટર કે તેથી ઓછા કાર્પેટ એરિયામાં રહેતા લોકો અરજી કરવા પાત્ર છે. આ મકાનોની કિંમત રૂ. 5,50,000, થાપણ સાથે રૂ. 50,000. લાભાર્થીને કુલ રૂ.6 લાખના ના ખર્ચે આ મકાન મળશે.

શું-શું કરવાનું રહેશે?

રૂ. 3 લાખથી ઓછી આવક ધરાવતાં લોકો આ 2 BHK આવાસ યોજનાના ફોર્મ ભરી શકશે. અરજી ફોર્મ સાથે રૂ.7500 ભરવાના રહેશે. અરજી ફોર્મ ભરતી વખતે લોકોએ પોતાના ઓળખાણ અને રહેણાંક, જાતિના સર્ટિફિકેટ સહિતના પુરાવા રજૂ કરવાના રહેશે. મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20 ટકા રકમ (અરજી સાથે ભરપાઈ કરેલી ડીપોઝીટ બાદ કરતાં બાકીની રકમ) ડ્રોમાં સફળ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે ત્યારે અરજદારે ત્રણ માસમાં અચૂકપણે ભરવાની રહેશે. ત્યાર બાદ બાકી રહેતી 80 ટકા રકમના એક સરખા 10 હપ્તા (અંદાજે એક વર્ષમાં તમામ 80 ટકા રકમ થાય તે રીતે) સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમાં કરાવવાના રહેશે.

નરોડા, હંસપુરા, ગોતામાં કુલ 1055 આવાસનું નિર્માણ થશે

માહિતી મુજબ, EWS આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અમદાવાદના નરોડા (Naroda), હંસપુરા, ગોતામાં (Gota) કુલ 1055 આવાસનું નિર્માણ કરાશે. 35 થી 40 ચો.મી. કાર્પેટ એરિયા ધરાવતા આ મકાનની કિંમત રૂ. 5.50 લાખ અને મેઈન્ટેનન્સ 50 હજાર રહેશે. મહત્ત્વનું છે કે, રૂ. 3 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા લોકોને જ આ યોજનાનો લાભ મળશે.

યોજનાની મુખ્ય વિશેષતાઓ:

  • આકર્ષક એલીવેશન
  • ભૂકંપ પ્રતિરોઘક બાંધકામ
  • ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટથી બાંઘકામ
  • વિટ્રિફાઇડ ટાઇલ્સ ફ્લોરીંગ
  • 4 સેન્ડવિચ કોટાસ્ટોનનું કીચન પ્લેટફોર્મ
  • પાવડર કોટેડ એલ્યુમીનીયમ ગ્લાસ સ્લાઈડીંગ વિન્ડોઝ
  • મુખ્ય દરવાજો, બંને સાઇડ લેમીનેટ સીટનો ફ્લશ ડોર
  • કેમ્પસમાં આરસીસી રસ્તા
  • પાર્કિંગમાં તેમજ તમામ જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પેવીંગ
  • પરકોલેટિંગ વેલ
  • નિયમ મુજબ સ્ટાન્ડર્ડ કંપનીની લીફ્ટની સગવડ

અરજી પ્રક્રિયા

  • હાઉસિંગ સ્કીમ માટેની અરજી આવેદન 15મી માર્ચથી 13મી મે, 2024 સુધી કરી શકશો.
  • અરજદારોએ નિર્દિષ્ટ સમયમર્યાદામાં નિયુક્ત વેબસાઇટ પર જરૂરી ફોર્મ ઓનલાઈન ભરવાના રહશે
  • અરજી ફોર્મની સાથે, અરજદારોને તેમની યોગ્યતા ચકાસવા માટે સંબંધિત દસ્તાવેજો જોડવાના રહેશે.

મહત્વની તારીખ

ફોર્મ ભરવાના શરૂ15 માર્ચ 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ13 મે 2024

મહત્વની લિન્ક

અરજી કરવા માટેઅહી ક્લિક કરો
સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો