GSRTC Bus Pass Online: શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને નોકરી માટે ST બસમાં સવાર થતા મુસાફરો હવે બસ પાસ ઓનલાઈન મેળવી શકશે. ઈ-પાસ યોજના ગૃહ રાજ્ય મંત્રી અને પરિવહનના સ્વતંત્ર પ્રભારી હર્ષ સંઘવી દ્વારા શરૂ કરવામાં આવી છે.
pass.gsrtc.in એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ-મુસાફરો હવે ઘરે બેઠા પાસ મેળવવા pass.gsrtc.in પર ઓનલાઈન અરજી કરી શકશે.
GSRTC Bus Pass Online
સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) |
લેખ શ્રેણી | ઓનલાઈન બસ પાસ |
લાભાર્થી | વિદ્યાર્થી અને મુસાફર |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | pass.gsrtc.in |
એસ.ટી. પરિવહન ખૂબ જ મોટુ નેટવર્ક ધરાવે છે. GSRTC મુસાફરોને કન્સેસન પાસ અને વિદ્યાર્થીઓ માટે ફ્રી મુસાફરી પાસ ની સુવિધા આપે છે. હવેથી આ બન્ને પ્રકારના પાસ pass.gsrtc.in વેબસાઇટ પરથી ઓનલાઇન કઢાવી શકાસે. આ મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે કેમ ફોર્મ ભરવુ તેની માહિતી નીચે મુજબ આપેલ છે.
12મી જૂને કન્યા કેળવણી મહોત્સવના પ્રારંભે ઈ-પાસ સિસ્ટમ અમલી થશે.
વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વાહનવ્યવહાર વિભાગની નવતર પહેલ અંતર્ગત વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે મહત્વની ઈ-પાસ સિસ્ટમનો ગાંધીનગરથી પ્રારંભ થયો છે. આ યોજના ૧૨મી જૂને રાજ્ય માં અમલી બનશે. આ યોજનાથી ત્રણ લાખથી વધુ મુસાફરો તથા અંદાજિત 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ લાભ થશે.
Gujarat ST Bus Pass Online – મુસાફરી પાસ
GSRTC તેના મુસાફરો માટે 2 પ્રકારના મુસાફરી પાસ આપે છે. એક વિદ્યાર્થી મુસાફરી પાસ અને બીજું કન્સેસન પાસ પહેલા આ બન્ને પ્રકારના પાસ કઢાવવા માટે નજીકના એસ.ટી. બસ ડેપો પર રૂબરૂ જવુ પડતુ હતુ અને લાંબી લાઈનોમાં ઉભુ રેહવું પડતું. પરંતુ હવે GSRTC દ્વારા નવી સુવિધા આપવામા આવી છે. જેમા વિદ્યાર્થીઓ અને મુસાફરો pass.gsrtc.in વેબસાઇટ પરથી ઓનલાઇન મુસાફરી પાસ કઢાવી શકે છે. આ પાસ ઓનલાઇન કઢાવવા માટે શું પ્રોસેસ કરવી તેની માહિતી જોઇએ.
GSRTC Student Pass: વિદ્યાર્થી મુસાફરી પાસ
વિદ્યાર્થીઓ માટે મુસાફરી પાસ ઓનલાઈન મેળવવા માટે નીચેની પ્રક્રિયાને અનુસરવાની રહેશે.
- વિદ્યાર્થીઓ માટે મુસાફરી પાસ ઓનલાઈન મેળવવા માટે, સૌથી પહેલા STની સતાવાર વેબસાઈટ pass.gsrtc.in ખોલો.
- આ વેબસાઈટમાં આપેલા પહેલા વિકલ્પ સ્ટુડન્ટ પાસ સિસ્ટમ પર ક્લિક કરો.
- તે પછી તમને 3 વિકલ્પો દેખાશે. (1) વિદ્યાર્થી 1 થી 12 (2) ITI (3) અન્ય
- તમને લાગુ પડતો વિકલ્પ પસંદ કરો.
- ત્યારપછી પાસનું આખું ફોર્મ તમારી સામે ખુલશે. તેમાં જરૂરી વિગતો ભરો. અને ફોર્મ સબમિટ કરો.
- તમારા મુસાફરી પાસની પ્રિન્ટઆઉટ લો.
GSRTC Passenger Pass Online Application Form: પેસેન્જર પાસ ઓનલાઈન અરજી ફોર્મ
એસ.ટી. નિયમિત રોજિંદા મુસાફરોએ હવે તેમના પાસ લેવા માટે રૂબરૂ એસટી ડેપોની મુલાકાત લેવાની જરૂર નથી. તમે ગુજરાત એસટીની સત્તાવાર વેબસાઇટ પર જાતે જ પાસ માટે ઑનલાઇન અરજી કરી શકો છો. આ પાસ મેળવવા માટેની પ્રક્રિયા જાણો.
- કન્સેશન મુસાફરી પાસ ઓનલાઈન મેળવવા માટે સૌ પ્રથમ ગુજરાત STની સત્તાવાર વેબસાઈટ pass.gsrtc.in ખોલો.
- પછી તેમાં તમારું નવું રજીસ્ટ્રેશન કરો.
- તેમાં માંગ્યા મુજબ જરૂરી માહિતી સબમિટ કરો.
- દર મહિને નવી વિગતો નહિ નાખવી પડે. તમારા આઇ.ડી. નંબર પરથી પાસ રીન્યુ થઇ શકસે.
અગત્યની લિંક
મુસાફરી પાસ મેળવવા માટે વેબસાઇટ | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |