Gujarat Weather : અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે જે 24 જાન્યુઆરી સુધી રહેશે.
અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે. ડિસેમ્બર મહિનામાં 22 થી 24ની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની પુરેપુરી શક્યતા દર્શાવી છે, અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની આગાહી કરી છે. સાથે 27 થી 29 તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ પડશે.
હવામાન શાસ્ત્રીના અનુસાર, ગુજરાતમાં આજથી વાતાવરણ પલટાશે, જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને એમા પણ ખાસ કરીને મહારાષ્ટ્રના બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તારોને મોટી અસર થશે. જેમકે વલસાડ, વાપી, ઉદવાડા, ધરમપુર, સેલવાસામાં હવામાનમાં પલટો આવશે.
- વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી
- ’20 અને 21 ડિસેમ્બરના ઠંડીનો ચમકારો આવશે’
- ’22થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેશે’
આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે
અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાના વાતાવરણ અંગે આગાહી કરી દીધી છે અને જણાવ્યુ છે કે, જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો પણ આવશે. ફેબ્રુઆરી મહિનામાં 5 તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી વિક્ષેપોને કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે.
આ પણ વાંચો: ભારતમાં સોનાના ભાવ 1947 થી 2023 સુધી