ગુજરાતમાં ભર શિયાળે માવઠું: ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભર શિયાળે માવઠું: ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોરદાર વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને વીજળીના ચમકારા તેમજ વાદળોના ગડગડાટ સાથે ભરશિયાળે મેઘસવારી આવી છે.

ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કયા કયા જિલ્લામાં આજે વરસાદની આગાહી છે તે જાણીને સાવધાન રહેવાની જરૂર છે.

ગુજરાતમાં ભર શિયાળે માવઠું: ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ભર શિયાળે માવઠું: ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભર શિયાળે માવઠું: આ શહેરોમાં વરસાદ આવશે

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા તારીખ 24 થી લઈને 26 નવેમ્બર સુધીના ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના હાલના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે.

જેમાં દક્ષિણ ગુજરાતમાં દાદરા નગર હવેલી, દમણમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની શક્યતા નહિવત છે.

આજે આખા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગની રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, શિયાળા વચ્ચે કમોસમી વરસદની આગાહી, 26 નવેમ્બરે પુરા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, દક્ષિણ ગુજરાત તેમજ દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમેરલી, ગીર સોમનાથ અને બોટાદ સહિત કેટલાક જિલ્લામાં વરસાદ રહેશે. હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ઈસ્ટર્નલી પવન અને ભેજ રહેતા વરસાદી માહોલ સમગ્ર ગુજરાતમાં જોવા મળ્યો છે. હાલ વાતાવરણમાં તાપમાન ઘટતા ઠંડી વધશે.

અંબાલાલ પટેલની ખેડૂતોને મોટી સલાહ

અંબાલાલ પટેલે ખેતી માટે જણાવ્યું હતું કે, તારીખ 24થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તારીખ 27 બાદ મજબૂત વિક્ષેપો આવશે જેનાથી દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા કરશે. એટલે ધીરે ધીરે શિયાળુ પાકને સાનુકૂળ હવામાન થતુ રહેશે. આ સાથે ઘંઉ, રાયડા અને સરસવના પાક માટે હવામાન સાનુકૂળ બનશે. અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, બનાસકાંઠાના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત અહીં કોઇક કોઇક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો