કબજિયાત ના ઘરેલુ ઉપચાર: સવારે ખાલી પેટ ખાઇ લો આ ડ્રાયફ્રૂટ

કબજિયાત ના ઘરેલુ ઉપચાર: આજે મોટાભાગના લોકો કબજીયાતની સમસ્યાથી પીડિત છે. તમે જે કંઇ પણ ખાઓ છો, તે યોગ્ય રીતે ન પચવાથી મળ ત્યાગ કરતી વખતે પરેશાની અનુભવો છો અને ધીમે ધીમે તમારા આંતરડામાં ગંદકી જમા થવા લાગે છે. જેના કારણે તમે અનેક બીમારીઓનો ભોગ બનો છો.

કબજિયાત ના ઘરેલુ ઉપચાર
કબજિયાત ના ઘરેલુ ઉપચાર

કબજિયાત ના ઘરેલુ ઉપચાર

કબજીયાત થવાથી તમારું પેટ ફુલવું, પેટમાં મરોડ થવા, દુખાવો, ગેસ, એસિડિટી, ઉલ્ટી, ઉબકા વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, તમે તમારા આહારમાં અમુક વસ્તુઓ સામેલ કરીને કબજીયાતની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

કબજીયાત થવાથી તમારું પેટ ફુલવું, પેટમાં મરોડ થવા, દુખાવો, ગેસ, એસિડિટી, ઉલ્ટી, ઉબકા વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, તમે તમારા આહારમાં અમુક વસ્તુઓ સામેલ કરીને કબજીયાતની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. જેમાં પલાળેલા ખજૂરનો ઉપયોગ પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખજૂર આયર્ન, કેલ્શિયમ, પ્રોટિન અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે તમને અનેક પ્રકારના ફાયદાઓ આપે છે. કબજીયાતમાં ખજૂરનું સેવન કરવાથી રાહત મળે છે.

કઇ રીતે કરી શકો છો સેવન?

એક મુઠ્ઠી ખજૂરને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. તેનાથી તમારી કબજીયાતની સમસ્યા ઝડપથી દૂર થશે.

કઇ રીતે થાય છે ફાયદો?

  • એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ખજૂરને પલાળીને રાખવાથી તેમાં રહેલા ફાઇબરનું પ્રમાણ વધી જાય છે. ફાઇબર પાચનશક્તિને મજબૂત બનાવવામાં ખૂબ જ અસરકાર છે. ફાઇબરથી ભરપૂર વસ્તુઓ ખાવાથી મેટાબોલિઝમ વધે છે. જેથી ખોરાક ઝડપથી પચે છે અને મળ ત્યાગ કરવામાં સરળતા રહે છે.
  • ખજૂર શરીરમાં પાણીનું પ્રમાણ વધારે છે. ફાઇબર અને પાણીની માત્રા યોગ્ય હોવાથી બોવેલ મૂવમેન્ટ ઝડપી બને છે, તેનાથી મળ મુલાયમ બને છે અને કબજીયાતની સમસ્યામાંથી રાહત મળે છે.
  • આ ઉપરાંત તમે પલાળેલા ખજૂરમાં રફેઝની માત્રા પણ વધારે હોય છે, જે કબજીયાત દૂર કરવામાં મદદ કરે છે.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો