કુવરબાઈનુ મામેરુ યોજના: દીકરીઓને મળશે રૂપિયા 12000 ની સહાય (Kuvarbai Nu Mameru Yojana)

કુવરબાઈનુ મામેરુ યોજના (Kuvarbai Nu Mameru Yojana): આ યોજના ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે દીકરી ના લગ્ન સમયે સરકાર દ્વારા 12000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે કુંવરબાઈનું મામેરુ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. જેથી ગુજરાતની દિકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

મંગળસૂત્ર યોજના: આ યોજનાને મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. જો મહિલાના લગ્ન તારીખ 01/04/2021 પહેલાં થયેલા હોઈ તો 10,000/- રૂપિયાની સહાય અને પછી થયેલા હોય તો તે મહિલાને 12,000/- રૂપિયા મળવાપાત્ર થશે.

કુવરબાઈનુ મામેરુ યોજના: દીકરીઓને મળશે રૂપિયા 12000 ની સહાય (Kuvarbai Nu Mameru Yojana)
કુવરબાઈનુ મામેરુ યોજના: દીકરીઓને મળશે રૂપિયા 12000 ની સહાય (Kuvarbai Nu Mameru Yojana)

કુવરબાઈનુ મામેરુ યોજના (Kuvarbai Nu Mameru Yojana In Gujarati)

યોજનાનું નામકુવરબાઈનુ મામેરુ યોજના
રાજ્યગુજરાત
હેતુજરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે.
સહાયજો મહિલાના લગ્ન તારીખ 01/04/2021 પહેલાં થયેલા હોઈ તો 10,000/- રૂપિયાની સહાય અને પછી થયેલા હોય તો 12,000/- રૂપિયા
કોને લાભ મળેગુજરાતની દીકરીઓને
સત્તાવાર વેબસાઇટesamajkalyan.gujarat.gov.in

કુંવરબાઈનુ મામેરુ યોજના 2023

કુંવરબાઈ નું મામેરું યોજના એ ગુજરાત સરકાર ના સમાજ કલ્યાણ વિભાગ હેઠળ ચાલતી યોજના છે. ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ માટે “કુંવરબાઈનું મામેરું યોજના” ઘણા સમયથી ચાલી રહી છે. આ યોજના અનુસુચિત જાતિના વર્ગની કન્યાઓને, સમાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ,આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન બાદ લાભ આપવામાં આવે છે. દીકરીઓને DBT દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે.

કુંવરબાઈનું મામેરું યોજનાના નિયમો

કુંવરબાઇ નું મામેરું યોજનાનો લાભ મેળવવા માટે નીચેના માપદંડો વિશે જાણવું જરૂરી છે.

  • અરજી કરનાર ઉમેદવાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  • લગ્ન સમયે મહિલાની ઉંમર 18 વર્ષ અને પુરુષની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
  • લગ્નના 2 વર્ષની સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરનાર સમાજના આર્થિક રીતે નબળા વર્ગ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અથવા આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ.
  • કુંટુંબની બે કન્યાના લગ્ન પ્રસંગ સુધી જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  • જો કોઈ મહિલાના બીજી વાર લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
  • કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 120,000/- અને શહેરી વિસ્તારમાં 1,50,000/- નક્કી થયેલ છે. કન્યાના પિતાની આ મુજબ આવક મર્યાદા હોય તો આ યોજનાનો લાભ મળે.

કુંવરબાઈનું મામેરું યોજનાના લાભો

ગુજરાત રાજ્યની આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો ગુજરાત સરકાર દ્વારા દીકરીના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે 12,000/- રૂપિયા સહાય ચૂકવવામાં આવતા આવે છે. કુંવરબાઈનું મામેરું યોજનામાં પેહેલા 10,000/- રૂપિયાની સહાય આપવામાં આવતી જેમાં સુધારો કરી 12,000/- રૂપિયાની સહાય આપવામાં આવે છે.

  • તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને આ યોજમાં હેઠળ 10,000/- રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે.
  • તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને આ યોજમાં હેઠળ 12,000/- રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે.

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ (kuvarbai nu mameru document list pdf)

કુંવરબાઈનું મામરું યોજનાનો લાભ લેવા માટે ક્યાં ક્યાં ડૉક્યુમેન્ટ જોઇએ છે. જે નીચે મુજબ આપેલા છે.

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાનું ચૂંટણીકાર્ડ
  • કન્યાનો જાતિનો દાખલો
  • કન્યાના પિતા આધાર કાર્ડ
  • કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર
  • કન્યાના રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  • કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • વર-કન્યાનો સંયુક્ત ફોટો
  • વરરાજાનું જાતિનો દાખલો જે મામલતદાર પાસેથી મળશે
  • વરરાજા નું જન્મનું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ
  • લગ્નનોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
  • કન્યાના પિતા એકરારનામું
  • કન્યાના પિતાનું બાંહેધરીપત્રક

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ (Kuvarbai Nu Mameru Yojana form in Gujarat)

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજના માટે ફોર્મ બહાર પાડવામાં આવેલું છે. કુંવરબાઈ નું મામેરું યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલા છે. તમે કુંવરબાઈ નું મામેરું યોજના ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

મહત્વની લિંક

કુંવરબાઈનું મામેરું યોજના ફૉર્મઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહી ક્લિક કરો

લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો