બંદર ઉપર લગાવાતા સિગ્નલનો અર્થ તમે જાણો છો? જાણો 1 થી 12 નંબરના સિગ્નલો

બંદર ઉપર લગાવાતા સિગ્નલનો અર્થ: ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે, એટલે વાવાઝોડાની નવાઈ નથી. વાવાઝોડું કેવુંક આક્રમક છે, એ કાંઠે રહેતા સૌ કોઈ જાણતા હોતા નથી. તેમને જાણ કરવા માટે વિવિધ નંબરના સિગ્નલ ફરકાવવામાં આવે છે. આ લેખમા આપણે જાણીશુ આ સિગ્નલનો અર્થ

બંદર ઉપર લગાવાતા 1 થી 12 સિગ્નલનો: દરિયામાથી આવતા વાવાઝોડા કે પછી કાંઠે ફુકાતા ભારે પવનને લઈને બંદર ઉપર વિવિધ પ્રકારના સિગ્નલ લગાવવામાં આવે છે. પવનની ઝડપ પ્રમાણે બંદરો પર નં.૧થી ૧૨ સુધીના સિગ્નલ લાગે છે. આ સિગ્નલને બ્યુફર્ટ સ્કેલ કહેવાય છે. કેમ કે બ્રિટિશ નૌકા અધિકારી ફ્રાન્સિસ બ્યુફર્ટ 1805માં પવનની ઝડપ કિલોમીટર પ્રમાણે ક્રમ નક્કી કયી હતો.

  • દરિયામાં જ્યારે વાવાઝોડું આવતું હોય છે ત્યારે ચેતવણી આપવા માટે પૉર્ટ સ્ટ્રોમ વૉર્નિંગ સિગ્નલોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
  • કેટલાક દેશો સિગ્નલ દર્શાવવા માટે ફ્લેગનો ઉપયોગ કરતા હોય છે. ભારત દિવસ અને રાત માટે અલગ-અલગ સંકેતોનો ઉપયોગ કરે છે.
  • દિવસના સંકેતો માટે સિલિન્ડર જેવા આકારની વસ્તુ અને શંકુનો ઉપયોગ થાય છે. જ્યારે રાત્રિના સંકેતો માટે લાલ અને સફેદ લાઇટનો ઉપયોગ કરાય છે.
  • ભારતમાં 1 નંબરથી લઈને 11 નંબર સુધીનાં સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે.

જાણો 1 થી 12 નંબરના સિગ્નલો

સિગ્નલ નંબર-01
દૂરના વિસ્તારમાં ક્યાંક વાવાઝોડું સર્જાઈ રહ્યું છે અને પવન 60 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. આ સિગ્નલનો અર્થ પવનની ચેતવણી છે.

સિગ્નલ નંબર-02
દૂર દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને પવનની ગતિ 60થી 90કિલોમિટર પ્રતિ કલાક રહેશે. આ સિગ્નલ દરિયામાં જઈ રહેલાં વહાણો માટે મહત્ત્વનું છે.

સિગ્નલ નંબર-03
દૂર દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને તે બંદરને અસર કરી શકે છે. પવનની ગતિ 60થી 90 કિલોમિટર પ્રતિ કલાક રહેશે.

સિગ્નલ નંબર-04
સ્થાનિક વૉર્મિંગ – દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને તે બંદરને અસર કરી શકે છે. આ સિગ્નલ બંદર પર લાંગરેલાં વહાણો માટે ભયજનક સ્થિતિ દર્શાવે છે. સિગ્નલ 3 અને 4 સૂચિત કરે છે કે ખરાબ હવામાનના કારણે બંદરની સ્થિતિ ભયજનક છે.

સિગ્નલ નંબર-05
ભયનો સંકેત છે. વાવાઝોડાને કારણે બંદરનું હવામાન ખરાબ થઈ ગયું છે. વાવાઝોડું બંદરની ડાબી બાજુથી પસાર થઈ શકે છે.

સિગ્નલ નંબર-06
ભયનો સંકેત છે. વાવાઝોડાને કારણે બંદરનું હવામાન ખરાબ થઈ ગયું છે. વાવાઝોડું બંદરની જમણી બાજુથી પસાર થઈ શકે છે.

સિગ્નલ નંબર-07
ભયનો સંકેત છે. આનો અર્થ છે કે ચક્રવાત બંદરની નજીકથી અથવા તો બંદર પરથી પસાર થશે.

સિગ્નલ નંબર-08
ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું ભયંકર કે અતિ ભયંકર છે અને તે બંદરની જમણી બાજુથી પસાર થશે. હવા 90થી 120 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે રહેશે.

સિગ્નલ નંબર-09
ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું ભયંકર કે અતિ ભયંકર છે અને તે બંદરની ડાબી બાજુથી પસાર થશે. હવા 90થી 120 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે રહેશે.

સિગ્નલ નંબર-10
ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું અતિ ભયંકર છે અને તે બંદર પરથી અથવા પાસેથી પસાર થશે. પવનની ગતિ 200કિલોમિટર પ્રતિ કલાક કે તેથી વધારે રહેશે. આ સુપર સાયક્લૉનની ચેતવણી છે.

સિગ્નલ નંબર-11
જ્યારે પવન 103 થી 118 કિમી પ્રતિ કલાકથી વધારે ફૂંકાવા લાગે છે ત્યારે 10 નંબરનું સિગ્નલ બંદર પર લગાડી દેવામાં આવે છે. આ સિગ્નલ લાગે ત્યારે ખૂબ જ ભયાનક સ્થિતિ સર્જાય છે.

સિગ્નલ નંબર-12
જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે.

બિપોરજોય વાવાઝોડા વિશે માહિતીઅહી ક્લિક કરો
MahitiGujarat હોમ પેજઅહી ક્લિક કરો

લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો