Manav kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના 2023 માટે કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર દ્વારા સત્તાવાર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં તમામ લોકોની આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000/- સુધીની છે તેમને વ્યવસાય માટેના વેપાર મુજબના સાધનોના અરજી ફોર્મમાં સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા અરજદારોએ 01 એપ્રિલ, 2023થી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
માનવ કલ્યાણ યોજના 2023 વિશે તમામ માહિતી આ લેખ માં જોવા મળશે. આ યોજના માં અરજી કઈ રીતે કરવી અને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે તેની તમામ માહિતી.
Manav kalyan Yojana 2023
યોજના નામ | માનવ કલ્યાણ યોજના 2023 |
વિભાગ | કુટીર અને ગ્રામોદ્યોગ |
સહાય | સાધન/ઓજાર રૂપે સહાય |
કોને લાભ | ગુજરાતના લોકો |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન અરજી |
સત્તાવાર વેબસાઈટ | e-kutir.gujarat.gov.in |
માનવ કલ્યાણ યોજના 2023 વિશે માહિતી
આ યોજના આર્થિક રીતે પછાત વર્ગને પર્યાપ્ત આવક અને સ્વ-રોજગાર પેદા કરવા માટે વધારાના સાધનો પૂરા પાડે છે. આ યોજના ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓ/કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટેની સ્વ-રોજગાર યોજના છે. માનવ કલ્યાણ યોજના 2023 અંતર્ગત ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી 28 ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.120000/- અને શહેરી વિસ્તાર માટે રૂ.150000/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાયતા ગુજરાત સરકાર દ્રારા આપવા માં આવે છે.
28 પ્રકારની ટુલકીટ્સ સહાય મળવાપાત્ર છે.
- કડીયાકામ,
- સેન્ટીંગ કામ,
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ,
- મોચી કામ,
- ભરત કામ,
- દરજી કામ,
- કુંભારી કામ,
- વિવિધ પ્રકારની ફેરી,
- પ્લમ્બર,
- બ્યુટી પાર્લર,
- ઈલેક્ટ્રીક એપ્લાયંસીસ,
- ખેતીલક્ષી લુહારી / વેલ્ડીંગ કામ,
- સુથારી કામ,
- ધોબી કામ,
- સાવરણી સુપડા બનાવનાર,
- દુધ-દહીં વેંચનાર,
- માછલી વેચનાર,
- પાપડ બનાવટ,
- અથાણાં બનાવટ,
- ગરમ ઠંડાપીણા અલ્પાહાર વેચાણ,
- પંચર કીટ,
- ફ્લોરમીલ,
- મસાલા મીલ,
- રૂની દીવેટ બનાવવી
- મોબાઈલ રીપેરીંગ,
- પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ),
- હેર કટિંગ
માનવ કલ્યાણ યોજનાના નિયમો અને શરતો
- અરજદારશ્રીની વય મર્યાદા 16 થી 60 વર્ષની હોવી જોઈએ.
- અનુસૂચિત જાતિના લોકો જેમની વાર્ષિક મર્યાદા ગ્રામીણ વિસ્તારોમાં ₹ 120,000 છે અને રૂ. 150,000 હોય તેવા લોકો ને જ આ યોજના નો લાભ મળશે.
- જો લાભાર્થી અથવા લાભાર્થીના પરિવારના અન્ય સભ્યોએ આ યોજના હેઠળ અગાઉ લાભ લીધો હોય તો આ યોજના હેઠળ લાભ મળી શકશે નહીં.
આ પણ જુવો: Mafat Plot Yojana: મફત પ્લોટ યોજના અરજી ફોર્મ
માનવ કલ્યાણ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- અરજદારનો જાતિનો દાખલો
- આવકનો દાખલો
- અભ્યાસના પુરાવા
- એકરારનામું
માનવ કલ્યાણ યોજના ફોર્મ 2023 – અરજી કેવી રીતે કરવી?
- આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
- સૌ પ્રથમ તમારે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in પર જવાનું રહેશે.
- પછી આ વેબસાઇટમા ઉપર આપેલા વિવિધ વિભાગ પૈકી કમિશનર,કુટીર અને ગ્રામોદ્યોગ પર ક્લીક કરો.
- પછી વિવિધ યોજનાઓનુ લીસ્ટ તમને દેખાશે. તેમાથી માનવ ક્લ્યાણ યોજના પર ક્લીક કરો.
- પછી ઓનલાઇન અરજી કરો. જેમા સૌ પ્રથમ તમારુ રજીસ્ટ્રેશન કરો અને ત્યારબાદ તમારી માંગવામા આવેલી માહિતી ભરો.
- પછી માંગેલા ડોકયુમેન્ટ અપલોડ કરો.
- બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ Submit કરવાનું રહેશે અને ત્યાર બાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
માનવ કલ્યાણ યોજના ફોર્મ | અહીં ક્લિક કરો |
લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.