Manav kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના વિશે સંપૂર્ણ માહિતી

Manav kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના 2023 માટે કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર દ્વારા સત્તાવાર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં તમામ લોકોની આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000/- સુધીની છે તેમને વ્યવસાય માટેના વેપાર મુજબના સાધનોના અરજી ફોર્મમાં સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા અરજદારોએ 01 એપ્રિલ, 2023થી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

માનવ કલ્યાણ યોજના 2023 વિશે તમામ માહિતી આ લેખ માં જોવા મળશે. આ યોજના માં અરજી કઈ રીતે કરવી અને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે તેની તમામ માહિતી.

Manav kalyan Yojana 2023

યોજના નામમાનવ કલ્યાણ યોજના 2023
વિભાગકુટીર અને ગ્રામોદ્યોગ
સહાયસાધન/ઓજાર રૂપે સહાય
કોને લાભગુજરાતના લોકો
અરજી કરવાનો પ્રકારઓનલાઈન અરજી
સત્તાવાર વેબસાઈટe-kutir.gujarat.gov.in

માનવ કલ્યાણ યોજના 2023 વિશે માહિતી

આ યોજના આર્થિક રીતે પછાત વર્ગને પર્યાપ્ત આવક અને સ્વ-રોજગાર પેદા કરવા માટે વધારાના સાધનો પૂરા પાડે છે. આ યોજના ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓ/કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટેની સ્વ-રોજગાર યોજના છે. માનવ કલ્યાણ યોજના 2023 અંતર્ગત ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી 28 ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.120000/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.150000/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્‍યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાયતા ગુજરાત સરકાર દ્રારા આપવા માં આવે છે.

28 પ્રકારની ટુલકીટ્સ સહાય મળવાપાત્ર છે.

  • કડીયાકામ,
  • સેન્ટીંગ કામ,
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ,
  • મોચી કામ,
  • ભરત કામ,
  • દરજી કામ,
  • કુંભારી કામ,
  • વિવિધ પ્રકારની ફેરી,
  • પ્લમ્બર,
  • બ્યુટી પાર્લર,
  • ઈલેક્ટ્રીક એપ્લાયંસીસ,
  • ખેતીલક્ષી લુહારી / વેલ્ડીંગ કામ,
  • સુથારી કામ,
  • ધોબી કામ,
  • સાવરણી સુપડા બનાવનાર,
  • દુધ-દહીં વેંચનાર,
  • માછલી વેચનાર,
  • પાપડ બનાવટ,
  • અથાણાં બનાવટ,
  • ગરમ ઠંડાપીણા અલ્પાહાર વેચાણ,
  • પંચર કીટ,
  • ફ્લોરમીલ,
  • મસાલા મીલ,
  • રૂની દીવેટ બનાવવી
  • મોબાઈલ રીપેરીંગ,
  • પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ),
  • હેર કટિંગ

માનવ કલ્યાણ યોજનાના નિયમો અને શરતો

  • અરજદારશ્રીની વય મર્યાદા 16 થી 60 વર્ષની હોવી જોઈએ.
  • અનુસૂચિત જાતિના લોકો જેમની વાર્ષિક મર્યાદા ગ્રામીણ વિસ્તારોમાં ₹ 120,000 છે અને રૂ. 150,000 હોય તેવા લોકો ને જ આ યોજના નો લાભ મળશે.
  • જો લાભાર્થી અથવા લાભાર્થીના પરિવારના અન્ય સભ્યોએ આ યોજના હેઠળ અગાઉ લાભ લીધો હોય તો આ યોજના હેઠળ લાભ મળી શકશે નહીં.
આ પણ જુવો: Mafat Plot Yojana: મફત પ્લોટ યોજના અરજી ફોર્મ

માનવ કલ્યાણ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • અરજદારનો જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • અભ્યાસના પુરાવા
  • એકરારનામું

માનવ કલ્યાણ યોજના ફોર્મ 2023 – અરજી કેવી રીતે કરવી?

  • આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
  • સૌ પ્રથમ તમારે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in પર જવાનું રહેશે.
  • પછી આ વેબસાઇટમા ઉપર આપેલા વિવિધ વિભાગ પૈકી કમિશનર,કુટીર અને ગ્રામોદ્યોગ પર ક્લીક કરો.
  • પછી વિવિધ યોજનાઓનુ લીસ્ટ તમને દેખાશે. તેમાથી માનવ ક્લ્યાણ યોજના પર ક્લીક કરો.
  • પછી ઓનલાઇન અરજી કરો. જેમા સૌ પ્રથમ તમારુ રજીસ્ટ્રેશન કરો અને ત્યારબાદ તમારી માંગવામા આવેલી માહિતી ભરો.
  • પછી માંગેલા ડોકયુમેન્ટ અપલોડ કરો.
  • બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ Submit કરવાનું રહેશે અને ત્યાર બાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના ફોર્મઅહીં ક્લિક કરો

લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો