Namo Laxmi Yojana 2024: નમો લક્ષ્મી યોજના 2024

Namo Laxmi Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા કન્યાકેળવણી ને પ્રોત્સાહન મળે અને કન્યા ઓનો સાક્ષરતા દર વધે તે માટે ઘણી પ્રોત્સાહક યોજનાઓ અમલમા મૂકવામા આવી છે. કન્યાઓ પણ વિજ્ઞાન પ્રવાહમા શિક્ષણ મેળવે અને કન્યાઓ નો ડ્રોપ આઉટ દર ઘટે તે માટે સરકાર તરફથી ચલૌ વર્ષે બજેટમા નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના ની જોગવાઇ કરવામા આવી હતી. ચાલો જાણીએ આ બન્ને યોજનાઓમા કઇ રીતે સહાય મળશે અને કેટલી સહાય મળશે ?

આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવી કેળવણીવિષયક પહેલના ખૂબ સારાં પરિણામો મળ્યા છે. ગુજરાતની તમામ દીકરીઓ પ્રાથમિક શિક્ષણની સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ હોંશભેર પૂરું કરે એ માટે રાજ્ય સરકાર દ્વારા ‘નમો લક્ષ્મી’ યોજનાનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. રાજ્યની એકપણ દીકરી આર્થિક અંતરાયોને કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહી જાય એવો આ યોજનાનો શુભ આશય છે.

Namo Laxmi Yojana 2024

યોજનાનુ નામનમો લક્ષ્મી યોજના
યોજનાના લાભધોરણ 9 થી 12 મા કન્યાઓને સહાય
યોજનાની શરૂઆતતા.09-03-2024 થી
લાભાર્થી જુથધોરણ 9 થી 12 મા અભ્યાસ કરતી કન્યાઓ
સહાયધોરણ 9 થી 10 વાર્ષિક રૂ.10000
ધોરણ 11 થી 12 વાર્ષિક રૂ.15000

આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવી કેળવણીવિષયક પહેલના ખૂબ સારાં પરિણામો મળ્યા છે. ગુજરાતની તમામ દીકરીઓ પ્રાથમિક શિક્ષણની સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ હોંશભેર પૂરું કરે એ માટે રાજ્ય સરકાર દ્વારા ‘નમો લક્ષ્મી’ યોજનાનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. રાજ્યની એકપણ દીકરી આર્થિક અંતરાયોને કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહી જાય એવો આ યોજનાનો શુભ આશય છે.

બેટી બચાવો – બેટી પઢાઓ, કન્યા કેળવણી વગેરે જેવાં અભિયાનોની સફળતા થકી આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે સાથે એક અત્યંત નિર્ણાયક તબક્કામાં પ્રવેશેલી કિશોર વયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત જણાયેલ છે. ‘નમો લક્ષ્મી’ યોજના અંતર્ગત રાજ્ય સરકારે કિશોરવયની કન્યાઓને શિક્ષણ સાથે પૂરતું પોષણ મળે અને તેઓ સશક્ત બને તે હેતુસર ધોરણ ૯ થી ધોરણ ૧૨માં અભ્યાસ કરતી દીકરીઓને તેઓનો અભ્યાસ પૂર્ણ કરવા બદલ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય સરકારશ્રી તરફથી આપવામાં આવશે.

ગુજરાત સરકારના વર્ષ 2024-25ના જાહેર કરાયેલા બજેટમાં શિક્ષણ વિભાગ દ્વારા વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન મળે તે માટે કન્યાઓ ધોરણ 12 સુધી વિજ્ઞાન પ્રવાહનુ શિક્ષણ પૂર્ણ કરે તે હેતુથી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના ની જોગવાઇ કરવામા આવી હતી. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10,000 તેમજ હાજરીના આધારે માસિક રૂપિયા 500 બાકીના 50% ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ તેના ખાતામાં જમા કરવામા આવશે. ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15000 રૂપિયા ની સહાય કન્યાને મળવાપાત્ર છે.

અગત્યની લીંક

નમો લક્ષ્મી યોજના ડીટેઇલ ઠરાવઅહીં ક્લિક કરો

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો