November 2023 Festival List: નવેમ્બર મહિનામાં હિન્દુ ધર્મના ઘણા મુખ્ય તહેવારો આવે છે. ધનતેરસથી લઇ દિવાળી સુધી બધા તહેવારો આ માસમાં આવશે. તો ચાલો જાણીએ નવેમ્બર માસમાં આવતા તહેવારોની યાદી.
અંગ્રેજી કેલેન્ડરનો નવેમ્બર મહિનો શરુ થવાનો છે. નવેમ્બરનો આ મહિનો વ્રત અને તહેવારો માટે ખુબ મહત્વપૂર્ણ માનવામા આવે છે. કરવા ચોથ, ધનતેરસ, દિવાળી, ગુજરાતી નવું વર્ષ બેસતુ વર્ષ, છઠ પૂજા સહીત ઘણા પ્રમુખ તહેવાર નવેમ્બર મહિનામા આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર નવેમ્બર મહિનાની શરૂઆત કારતક કૃષ્ણ પક્ષ(હિન્દી માસ)ની ચતુર્થીની તિથિથી શરુ થાય છે.
November 2023 Festival List
1 નવેમ્બર -કરવા ચોથ વ્રત અને સંકષ્ટિ ચતુર્થી
વિવાહિત મહિલાઓ પતિના લાંબા આયુષ્યની કામના અને પરિવારમાં ખુશી અને સમૃદ્ધિ માટે વ્રત રાખે છે.
9 નવેમ્બર – રમા એકાદશી
ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ માટે લોકો રમા એકાદશીનું વ્રત રાખે છે.
10 નવેમ્બર – ધન તેરસ, ધન્વંતરિ જયંતિ
આ દિવસે દેવતાઓના વૈદ્ય કહેવાતા ભગવાન ધન્વંતરિની પૂજા કરવાનું વિધાન છે. એની સાથે જ ઐશ્વર્યની દેવી માતા લક્ષ્મીની પણ આ દિવસે પૂજા કરવામાં આવે છે.
11 નવેમ્બર- નરક ચતુર્દશી- કાળી ચૌદસ
નરક ચતુર્દશી યમને સમર્પિત છે. આ દિવસને છોટી દિવાળી(ઉત્તર ભારત) તરીકે પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસ કાળી ચૌદસ તરીકે ઉજવાય છે.
12 નવેમ્બર- દિવાળી
દિવાળી એટલે કે દીપોત્સવનો મહાન તહેવાર, ધાર્મિક કથાઓ અનુસાર, આ દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા હતા, જેની ખુશીમાં દીપોત્સવનો આ તહેવાર ઉજવવામાં આવે છે.
13 નવેમ્બર: સોમવતી અમાસ
વિવાહિત મહિલાઓ તેમના પતિના સારા નસીબ અને લાંબા આયુષ્યની કામના માટે આ વ્રત રાખે છે
14 નવેમ્બર – ગોવર્ધન પૂજા, ગુજરાતી નવું વર્ષ
ગુજરાતી કેલેન્ડર અનુસાર કારતક સુદથી નવા વર્ષની શરૂઆત થાય છે. તેથી આ દિવસે ગુજરાતી નવા વર્ષનું ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ઉત્તર ઉત્તર માં ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. ગોવર્ધન પૂજા એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉપાડીને ઈન્દ્રનું અભિમાન તોડ્યું હતું.
15 નવેમ્બર -ભાઈ બીજ
બહેનો તેમના ભાઈઓના લાંબા આયુષ્યની કામના સાથે ભાઈ બીજના તહેવારની ઉજવણી કરે છે. આ દિવસે બહેનો તળાવ અને શેરીઓમાં ગાયના છાણમાંથી ગોવર્ધન બનાવે છે, કથા સાંભળે છે અને પછી ભાઈઓના કપાળે તિલક લગાવે છે અને આરતી કરે છે.
19 નવેમ્બર – છઠ પૂજા(ઉત્તર ભારત)
છઠનો મહાન તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ચાર દિવસ ઉજવવામાં આવે છે.
23 નવેમ્બર- દેવ ઉથની એકાદશી
આ દિવસે ચાતુર્માસ સમાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી ઊંઘમાંથી જાગે છે. આ દિવસથી શુભ કાર્યોની શરૂઆત થાય છે.
27 નવેમ્બર- કારતક પૂર્ણિમા, દેવ દિવાળી
દેવ દિવાળીનો તહેવાર કારતક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે કાશીના ઘાટ પર હજારો દીવા પ્રગટાવવામાં આવે છે.