Talati Confirmation Form 2023: તલાટી કન્ફર્મેશન ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું?

Talati Confirmation Form 2023: તલાટીની પરીક્ષા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 7 મેના રોજ પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે.ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ મામલે જાહેરાત કરી છે. બીજી તરફ, ગુજરાત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે તલાટીની પરીક્ષા અંગે વધુ વિગતો આપી છે . તેમણે કહ્યું છે કે પહેલા ઉમેદવારોનું કન્ફર્મેશન OJAS પર લેવામાં આવશે, જે ઉમેદવારો કન્ફર્મેશન નહીં આપે તેઓ પરીક્ષા આપી શકશે નહીં. તલાટી કન્ફર્મેશન ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી નીચે મુજબ આપેલ છે.

Talati Confirmation Form 2023: તલાટી કન્ફર્મેશન ફોર્મ

સંસ્થા નુ નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પરીક્ષાનું નામતલાટી-કમ-મંત્રી
કુલ પોસ્ટ3437
તલાટીની પરીક્ષા તારીખ10/202122
Talati Exam Date7 મે
કોલ લેટર તારીખપરીક્ષાની તારીખના 10-15 દિવસ પહેલા
સત્તાવાર વેબસાઇટgpssb.gujarat.gov.in

તલાટી પરીક્ષાનું કંફર્મેશન

GPSSB દ્વારા નોટીફીકેશન બહાર પાડી તલાટીનુ ફોર્મ ભરેલ ઉમેદવારોને એક કંફર્મેશન આપવા માટે જણાવ્યુ હતુ. તલાટી ની પરીક્ષામાં જેટલા ઉમેદવારો ભાગ લેવા માગતા હોય અને જે ઉમેદવારો આ કંફર્મેશન ઓનલાઇન આપશે તેટલા જ ઉમેદવારો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે જેથી બિનજરૂરી વ્યય ન થાય અને પરીક્ષાની સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે જે ઉમેદવારો પરીક્ષા આપવા માગતા હોય તેમનું અગાઉથી કંફર્મેશન મેળવવામાં આવશે.

ઉમેદવારોએ તલાટી પરીક્ષા માટે કંફર્મેશન આપવુ જરૂરી છે.

તલાટી પરીક્ષા આપવા માંગતા દરેક ઉમેદવારોએ આ કંફર્મેશન આપવુ જરૂરી છે. આ કંફર્મેશન ઓનલાઇન આપવાનુ રહેશે. ઉમેદવારોએ આ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈને કન્ફર્મેશન ફોર્મ ભરવાનું રહેશે. તલાટી પરીક્ષા માટે કંફર્મેશન ઓનલાઇન કેમ આપવુ તેના સ્ટેપ નીચે આપેલ છે.

તલાટીની પરીક્ષા 7મી મેના રોજ યોજાશે

જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે તલાટીની પરીક્ષાને લઈને પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તલાટીની પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતુ કે, તા. 30 એપ્રીલ 2023 ના રોજના પરીક્ષા યોજવાનું આયોજન છે. જે બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે તારીખ જાહેર કરતા જણાવ્યું કે, 7મી મેના રોજ પરીક્ષા યોજાશે

તલાટીની પરીક્ષા માટે 17,10,368 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

તલાટી પરીક્ષાની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ 17,10,368 ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભર્યા હતા. જે આંકડો ખુબ જ મોટો છે તેથી GPSSB બોર્ડે પરીક્ષા આપવા માટેની સંમતિ લેવાનું નક્કી કર્યું છે. તમામ ઉમેદવારોને ખાસ કરીને તલાટીની પરીક્ષામાં સમાવવા એ બોર્ડ માટે મોટો પડકાર હતો. પરીક્ષા આપવા માટે સંમતિ ફોર્મ ભરવું પડશે, જેનુ ફોર્મ ઓજસ પોર્ટલ પર ઓનલાઈન ભરવાનું રહેશે.

તલાટી કન્ફર્મેશન ફોર્મ ઓનલાઈન 2023 કેવી રીતે ભરવું?

  1. તલાટી Application ફોર્મ ભર્યું એનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી લોગીન કરો.
  2. સૂચનાઓ ધ્યાનથી વાંચી લો અને નીચે Checkbox પર ટિક માર્ક કરી ” I Agree and Submit” બટન પર ક્લિક કરો.
  3. 3.Print Reciept પર ક્લિક કરો, નવા ટેબ પર બનેલ Code સાથે ની તમારી માહિતી આવશે.
  4. 4.Print પર ક્લિક કરો અને તેની પીડીએફ બનાવીને સેવ કરી લો.

નોંધ: Code સાચવી રાખવો જરૂરી છે, આ કોડ પરથી જ તમારો કોલ લેટર ડાઉનલોડ થશે.

મહત્વની તારીખ

તલાટી કમ મંત્રીની તારીખ 7/5/2023 ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેવા અંગેનું સંમતિ ફોર્મ ઓજસ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે.

આ ફોર્મ તારીખ 20 મી એપ્રિલના સવારે 11:00 કલાક સુધી ઓનલાઈન ભરી શકાશે.

અગત્યની લિંક

ફોર્મ સૂચના જુઓ
તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મજુઓ

લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો