Top 10 Hill Stations In India: ચોમાસું ઋતુમાં ધાણા લોકો હિલ સ્ટેશન પર ફરવા જવાનુ વધુ પસંદ કરતા હોય છે. ભારતમા ઘણા એવા સારા હિલ સ્ટેશન આવેલા છે જે વિદેશો ના ફરવાલાયક સ્થળો ને પન ટક્કર મારે એવા છે. ચાલો જાણીએ આવા ભારતમા આવેલા 10 સૌથી સુંદર હિલ સ્ટેશન
હિલ સ્ટેશન (Hill Stations): લોકોને હિલ સ્ટેશન પર જવું એટલા માટે ગમતું હોય છે કે તે સમુદ્રની સપાટી કરતા ઘણું ઊંચે આવેલું હોય છે, જ્યાં એક અલગ જ દુનિયા વસેલી હોય છે. જ્યાં ચોતરફ હરિયાળી જ હરિયાળી હોય છે. કેટલાંક હિલ સ્ટેશનો પર ઝરણા હોય છે, તળાવ હોય છે, સનસેટ પોઇંટ હોય છે, સન રાઇઝ, લવ પોઇન્ટ, ઇકો પોઇન્ટ ઉપરાંત ઐતિહાસિક મંદિરો પણ હોય છે. આ બધી વસ્તુઓને એક સાથે જોવાનો એક અનેરો આનંદ હોય છે.
Top 10 Hill Stations In India
હિલ સ્ટેશનો વિશે જ્યા ફરવા જવાનો ખર્ચ કેટલો આવશે અને જવાનુ ક્યાથી સરળ પડશે ? જ્યારે ફરવાની વાત આવે ત્યારે હિલ સ્ટેશન લોકોની પહેલી પસંદગી હોય છે. ભારતમાં હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો ધસારો વધ્યો છે અને આ બધા સ્થળોએ ટુરિઝમ વિકાસ પણ ઘણો થયો છે. આ છે ભારતના 10 હિલ સ્ટેશન, જે આપને એક સાચા પહાડપ્રેમી બનાવી દેશે.
1. નૈનીતાલ (Nainital)
ઉત્તરાખંડના પહાડો પર સ્થિત નૈનીતાલ ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશનમાંનું એક છે. નૈનીતાલ શબ્દ નો અર્થ જોઇએ તો નૈના શબ્દનો અર્થ આંખો અને તાલનો અર્થ ઝીલ થાય છે. પોતાની ઊંડી ખીણો અને નૈની લેકના કારણે તે હંમેશા ટૂરિસ્ટોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. નૈનીતાલમાં પ્રસિદ્ધ નૈના દેવીનું મંદિર આવેલુ છે. નૈનીતાલ દિલ્લીથી 320 કિલોમીટરના અંતરે છે.
2. મનાલી (Manali)
હિમાચલ પ્રદેશમાં આવેલુ મનાલી ફરવા માટે લોકોની પહેલી પસંદગી હોય છે. સુંદર પહાડીઓ વચ્ચે ઘેરાયેલું મનાલી તમને રોમાંચિત કરી દેશે. ઉનાળામા લોકો સૌથી વધુ ફરવા માટે મનાલી જતા હોય છે. મનાલીમાં ફરવા માટે ઘણી જગ્યાઓ છે. સ્કીઇંગ, સ્નો બાઇકિંગ જેવી અનેક રમતો તમે અહીં અજમાવી શકો છો. એક હિડિમ્બા મંદિર છે અને એક મનુ મંદિર, બન્ને મંદિર ખાસ છે. મનાલી દિલ્હી થી અંદાજે 500 કિલોમીટર દુર છે.
3. શિમલા (Shimla)
હિમાચલમાં અદભુત કુદરતી સૌદર્ય ધરાવતા શિમલા શહેરને સાત પહાડીઓનું શહેર કહેવામાં આવે છે. જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં તમને અહીંયા બરફ નુ સૌદર્ય જોવા મળે છે. શિમલામાં જોવા લાયક સ્થળોની વાત કરી તો ધ મોલ, તારા દેવી મંદિર, સમરહિલ અને સ્ટેટ મ્યુઝીયમ જેવા સારા જોવા જઈ શકો છો. આ સાથે જ અનેક પહાડો પર પણ ફરવાનો પ્લાન બનાવી શકો છો. દિલ્લી થી શિમલા 345 કિલોમીટર જેટલુ દૂર છે.
4. મસૂરી (Mussoorie)
મસૂરી ઉત્તરાખંડ મા આવેલું હિલ સ્ટેશન છે. મસૂરી ફરવા જાઓ તો એકતરફ ઊંચા વૃક્ષોથી આચ્છાદિત પહાડો જોવા મળશે તો બીજી તરફ ઊંડી ખીણો તમારા સફરને રોમાંચિત બનાવી દે છે.મસૂરીમાં સિઝનની પહેલી બરફવર્ષાની મજા જ કઈક અલગ હોય છે. મસૂરીને પહાડોની રાણી પણ કહેવામાં આવે છે. જો તમે હરિદ્રાર ગયા હોય તો ત્યાથી તમે દહેરાદૂન થઈને મસૂરી પહોંચી શકો છો. મસૂરીમાં જોવાલાયક સ્થળોની વાત કરીએ તો મોલ રોડ,કેમ્પ્ટી ધોધ,ગન હિલ, મિસ્ટ લેક જોવાલાયક સ્થળો છે.
5. શિલોંગ (Shillong)
મેઘાલયની રાજધાની શિલોંગ ભારતના સૌથી બેસ્ટ હિલ સ્ટેશન માં એક છે. અહીંયા આવીને તમને કુદરતી સૌદર્ય મા રહેવાનો આહલાદક અનુભવ થાય છે. શિલોંગને પૂર્વ ભારતનું સ્કોટલેન્ડ પણ ગણવામા આવે છે. શિલોંગમાં સૌથી ઊંચો ધોધ જોવા માટે લોકો આવે છે. શિલોંગમાં જોવાલાયક જગ્યાઓ જોઇએ તો એલિફન્ટા ફોલ, શિલોંગ વ્યું પોઇન્ટ,લેડી હૈદરી પાર્ક,ગોલ્ફ ફોર્સ,કૈથોલિક કેથેડ્રલ,આર્ચરી જેવા જોવા લાયક સ્થળો છે.
6. માઉન્ટ આબુ (Mount Abu)
ગુજરાતીઓને ટૂંકા સમય માટે ફરવા જવુ હોય તો આબુ પહેલી પસંદગી હોય છે. જ્યારે વીકેન્ડમાં ફરવા માટેનુ કોઈ આયોજન કરવુ હોય તો લોકોની પહેલી પસંદગી માઉન્ટ આબુ હોય છે. માઉન્ટ આબુ રાજસ્થાનમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલુ સુંદર હિલ સ્ટેશન છે. અહી કુદરતી સૌંદર્યની સાથે આધ્યાત્મિક શાંતિ પણ મળી રહે છે. માઉન્ટ આબુને ઋષિમુનિઓ નું નિવાસ સ્થાન પણ ગણવામા આવે છે.
7. સાપુતારા (Saputara)
ગુજરાતમા આવેલુ એક માત્ર હિલ સ્ટેશન એટલે સાપુતારા. સાપુતારા ગુજરાતનું ખુબ જ સુંદર હિલ સ્ટેશન છે. ડાંગ જિલ્લામાં આવેલા ગિરિમથક સાપુતારામાં ફરવાની મજા ચોમાસાની સિઝનમાં ખુબ જ આવે છે.ચોમાસામાં સાપુતારાનું સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠી છે.સાપુતારાને ગુજરાતનું ચેરાપુંજી કહિએ તો પન ખોટુ નથી, સાપુતારા જવાનો રસ્તો કુદરતી સૌદર્ય ને માણતા માણતા તમારા સફરને વધુ રોમાંચિત બનાવી દે છે.સાપુતારાના વળાંક વાળા રસ્તા પર પ્રવાસીઓને ડર તો લાગે છે પરંતું તેની મજા પણ અનોખી હોય છે.સાપુતારાના રસ્તાના સૌદર્યને નજીકથી માણવું હોય તો તમારે ટ્રેનમાં મુસાફરી કરવી વધુ સારી રહેશે. આ ટ્રેન ડાંગના વધઈ સુધી જાય છે.
8. શ્રીનગર (Srinagar)
શ્રીનગર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આવેલું ધરતી પરનું સ્વર્ગ ગણાય છે. શ્રીનગરનું નામ લઈએ ત્યારે આંખો સામે સુંદર મજાના બરફ આચ્છાદિત પહાડો, ખૂબ જ ઊંચા વૃક્ષો અને ડાલ લેક તમારી આંખો સામે આવી જાય છે. શ્રીનગરની મુલાકાત લેવી તે ધરતી પરના સ્વર્ગની મુલાકાત લેવા સમાન છે. શ્રીનગર શહેર હાઉસ બોટ, હિસ્ટોરિક ગાર્ડન અને ત્યાંની સુંદર મજાની ઘાટીઓ માટે પ્રસિદ્ધ શહેર છે . જેલમ નદીનો કિનારો તમને ન બોલાય તેવો કુદરતની સુંદરતાનો અનુભવ કરાવે છે. શ્રીનગરમાં ઇન્દિરા તુલીપ ગાર્ડન, શંકરાચાર્ય પહાડી, નાગીન ઝીલ, બેતાબ ઘાટી જેવા ફરવા લાયક સ્થળો છે.
9. દાર્જિલીંગ (Darjeeling)
ફરવાના શોખીન લોકો માટે દાર્જિલીંગ પણ ખુબસુરત સ્થળો માથી એક છે. દાર્જિલીંગ પહાડોની રાણી તરીકે ઓળખાય છે. નવ પરિણીત કપલ હનીમૂન માટે દાર્જિલિંગ આવવાનું વધુ પસંદ કરતા હોય છે. અગાઉ દાર્જિલિંગ સિક્કિમનો એક ભાગ હતું. દાર્જીલિંગની સૌથી મોટી ખાસિયત છે કે ત્યાં ચાના બગીચાઓ આવેલા છે. ધરતી પર જાણે કુદરતે લીલી ચાદર ઓઢાડી હોય તેવા સુંદર દ્રશ્યો સર્જાય છે. દાર્જિલિંગ પોતાની ચા ના કારણે આખા વિશ્વ મા વિખ્યાત છે. દાર્જિલિંગનું સૌથી મોટું આકર્ષણ છે ત્યાંની ટોય ટ્રેન. આ ટ્રેન પહાડો અને ખીણોમાંથી પસાર થાય છે. જ્યારે ટોય ટ્રેન પસાર થાય છે ત્યારે પ્રવાસીઓને 180 ડિગ્રીએ પર્વતીય માળાઓ જોવા નો અનેરો આનંદ મળે છે.
10. ગુલમર્ગ (Gulmarg)
ગુલમર્ગનો અર્થ છે ફુલોનું ઘાસ. પર્યટકો માટે ટોપ સ્કીઇંગની જગ્યા છે આ. અહીં તમે દુનિયાની સૌથી લાંબી કેબલ કારનો આનંદ લો. જો તમારી આંખો ડેઝી, બ્લૂબેરી અને આવી જ નાજુક ફૂલોનો રસ લેવા માંગો છો તો ગુલમર્ગ એકદમ યોગ્ય જગ્યા છે.
આ પણ વાંચો: ભારતમાં સોનાના ભાવ 1947 થી 2023 સુધી