WhatsApp New Update: વોટ્સએપ માં ધમાકેદાર અપડેટ આવી છે જેની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. મેટા-માલિકી ધરાવતી WhatsAppએ 19 ઑક્ટોબરે એક વોટ્સએપમાં એક સાથે બે એકાઉન્ટ લૉગિન કરવાની સુવિધાની જાહેરાત કરી હતી. મેટાના CEO માર્ક ઝકરબર્ગે એક પોસ્ટમાં કહ્યું કે વોટ્સએપ યુઝર્સ ટૂંક સમયમાં એક જ સમયે 2 વોટ્સએપ એકાઉન્ટમાં લોગ ઈન કરી શકશે.
- WhatsApp પર આવી રહી છે એકથી વધુ એકાઉન્ટની સુવિધા
- ટૂંક સમયમાં એક જ એપમાં બે વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ શક્ય બનશે.
WhatsApp New Update 2023
મેટાના જણાવ્યા અનુસાર, નવી સુવિધા એવા વપરાશકર્તાઓ માટે મદદરૂપ થશે જેમને તેમના કાર્ય અને વ્યક્તિગત પ્રોફાઇલ્સ જેવા વિવિધ એકાઉન્ટ્સ વચ્ચે સ્વિચ કરવાની જરૂર છે. આ સુવિધા સાથે, યુઝર્સે દરેક વખતે એકાઉન્ટ સ્વિચ કરતી વખતે લોગ આઉટ અને લોગ-ઈન કરવાની જરૂર નથી અથવા બે 2 ફોન લઈને જવાની કે ખોટી જગ્યાએથી મેસેજ આવવાની ચિંતા કરવાની જરૂર નથી, આમ તેમના મેસેજિંગ અનુભવને સરળ બનાવશે.
ટૂંક સમયમાં એક વોટ્સએપમાં બે એકાઉન્ટ વાપરી શકાશે.
ટૂંક સમયમાં તમે એક વોટ્સએપમાં બે એકાઉન્ટ ધરાવી શકશો. આ ફીચર આગામી સપ્તાહો અને મહિનામાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. વ્હોટ્સએપના પ્રવક્તાએ બિઝનેસ ટુડેને માહિતી આપી હતી કે આ સુવિધા તબક્કાવાર રીતે બહાર પાડવામાં આવી રહી છે. આ ફીચર એકવાર ઉપલબ્ધ થયા પછી, વપરાશકર્તાઓ એક એપ્લિકેશનમાં બે મોબાઇલ ફોન નંબર WhatsApp એકાઉન્ટનો ઉપયોગ અને સ્વિચ કરી શકશે.
એક વોટ્સએપમાં બે એકાઉન્ટ કઈ રીતે ખોલશો? (How To Use WhatsApp New Update 2023)
- વોટ્સએપ અનુસાર, યુઝર્સને બીજું એકાઉન્ટ સેટ કરવા માટે બીજા ફોન નંબર અને સિમ કાર્ડ અથવા મલ્ટી-સિમ અથવા eSIM ને સપોર્ટ કરતા ફોનની જરૂર પડશે.
- પછી યુઝર્સ તેમના WhatsApp સેટિંગ્સ ખોલો તમારા નામની બાજુમાં તીર પર ક્લિક કરો પછી “એડ એકાઉન્ટ” પર ક્લિક કરો
- પછી મોબાઈલ નંબર એડ કરો. અને OTP દાખલ કરીયા પછી એકાઉન્ટ ખુલી જશે.
- યુઝર્સ દરેક એકાઉન્ટ માટે તેમની ગોપનીયતા અને સૂચના સેટિંગ્સને અલગથી કસ્ટમાઇઝ કરી શકે છે.