Ambalal Patel Ni Agahi: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવશોમા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં 27થી 30 જૂન ભારે વરસાદ પડી શકે છે. જુલાઈ મહિનામાં પણ રાજ્યમાં સારો વરસાદ થશે તો ઓગસ્ટ મહિનામાં વરસાદ થવાની સંભાવના ઓછી
Ambalal Patel Ni Agahi: આજની આગાહી વરસાદની
આજે સવારથી જ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અમુક વિસ્તારોમા રાતથી વરસાદ ચાલુ છે. ત્યારે આજે રવિવારે સવારે 10 વાગ્યા સુધીમાં 11 જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 કલાકમાં વરસાદની આગાહી કરી છે.
આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ, દમણ દાદરા નગરહવેલીમાં વરસાદની આગાહી છે.
આ તારીખે ગુજરાતમાં પડશે ભારે વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Aaj ni Ambalal Patel Ni Agahi) દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં આગામી 27થી30 જૂન ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આ ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે, તેમાં પણ અમદાવાદ, વડોદરા, મહેસાણા અને ગોધરામાં જૂનમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી છે.
આજે પણ આકાશમાં વરસાદી વાદળાંઓનું સામ્રાજ્ય જોવા મળે છે, જોકે શનિવાર અને રવિવારની રજાઓમાં વરસાદ સામાન્ય રહી શકે છે., પરંતુ સોમવારથી એટલે કે ઉઘડતા અઠવાડિયાથી રાજ્યમાં વરસાદની એન્ટ્રી થશે તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે. ગુજરાતમાં 27થી 30 જૂન એમ પાંચ દિવસ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી છે તો રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દીવ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે ગીર સોમનાથ અને બોટાદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે અમદાવાદ, આણંદ, ખેડામાં વરસાદની આગાહી છે. આ સાથે વડોદરા, પંચમહાલ, દાહોદમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાનની આગાહી મુજબ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં પણ વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી , ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસુ