Navodaya Vidyalaya Admission 2024: જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશન શરૂ, જાણો કઈ રીતે કરશો રજીસ્ટ્રેશન

Navodaya Vidyalaya Admission 2024: જવાહર નવોદય વિદ્યાલય માં ધોરણ 6 મા વિદ્યાર્થીઓને એડમીશન લેવા પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની જાહેરાત પ્રસિધ્ધ થઇ ગયેલ છે. જવાહર નવોદય વિદ્યાલય સમિતિએ 19 જૂન, 2023 ના રોજ ધોરણ 6 માં પ્રવેશ માટે નોંધણી શરૂ કરી દીધી છે. જે વિદ્યાર્થીઓ અરજી કરવા માંગતા હોય તેઓ સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.

જવાહર નવોદય વિદ્યાલય: નવોદય વિદ્યાલય સમિતિએ 19 જૂન, 2023 ના રોજ ધોરણ 6 માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી હાલ શરૂ છે. નોંધણીની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ છે. navodaya.gov.in પર જઈને નોંધણી કરાવી શકો છો.

Navodaya Vidyalaya Admission 2024: જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ
Navodaya Vidyalaya Admission 2024

Navodaya Vidyalaya Admission 2024

પરીક્ષાનુ નામ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024
પરીક્ષા આયોજનનવોદય વિદ્યાલય સમિતિ
પ્રવેશધોરણ 6
અરજી પ્રકારઓનલાઈન
પરીક્ષા માધ્યમગુજરાતી/હિન્દી/અંગ્રેજી
પરીક્ષા તારીખ20 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઇટnavodaya.gov.in

નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ ડીટેઇલ નોટીફીકેશન ડાઉનલોડ કરી તેમા જરુરી સૂચનાઓ અને નિયમો વાંચી લેવા અને ત્યારબાર જ ફોર્મ ભરવું.

શું છે નવોદય વિદ્યાલય સમિતિ ? (Navodaya Vidyalaya Samiti)

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે અને તેમાં ધોરણ-6થી બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. ગુજરાતના દરેક જિલ્લામાં નવોદયની એક શાળા આવેલી છે. અહીં છોકરા અને છોકરીઓ માટે અલગ હોસ્ટેલની સુવિધા મળી રહે છે. જે બાળકો આ શાળામાં પ્રવેશ મેળવવામાં સફળ થાય છે તેમને ભણવા માટે, હોસ્ટેલમાં રહેવાના, સ્કૂલ યુનિફોર્મ, સ્ટેશનરી સહિતના તમામ ખર્ચમાંથી મુક્તિ મળી જાય છે. આ સમિતિ દ્વારા ગામડાના અને છેવાડાના તેજસ્વી તારલાઓ સહિતના વિદ્યાર્થીઓને ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવે છે.

જવાહર નવોદય વિદ્યાલયની વિશેષતાઓની વાત કરીએ તો છોકરાઅછોકરીઓ માટે અલગ હોસ્ટેલ, વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા. પ્ર્વાસી યોજના દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન., રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન આપવામાં આવે છે.

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા માટે ડોકયુમેન્ટ લીસ્ટ

  • શાળાના આચાર્યએ આપેલુ નિયત નમુનાનુ સહિ સિક્કાવાળુ પ્રમાણપત્ર
  • તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • રહેણાંક પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • ગત વર્ષની માર્કશીટ
  • આધાર કાર્ડ
  • ડોમિસાઇલ પ્રમાણપત્ર

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ ફોર્મ કેવી રીતે ભરવું?

  • નવોદય વિદ્યાલય સમિતિની સત્તાવાર વેબસાઇટ www.navodaya.gov.in ઓપન કરો.
  • હોમપેજ પરથી, વર્ગ VI જવાહર નવોદય વિદ્યાલય પસંદગી કસોટી 2024 માટેના ઑનલાઇન અરજી ફોર્મ પર ક્લિક કરો.
  • ત્યારબાદ પછી વિદ્યાર્થીનુ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થીની જરુરી માહિતી સબમીટ કરવાની રહેશે.
    ત્યારબાદ જરુરી ડોકયુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો.
  • જરુરી તમામ સ્ટેપ પૂર્ણ કર્યા બાદ અરજી ફોર્મ ફાઇનલ સબમીટ કરી પ્રીન્ટ આઉટ લઇ વિદ્યાર્થીએ પોતાની પાસે સાચવી રાખવી.

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ માટે પરીક્ષા પદ્ધતિ

વિષયમાર્ક્સ
માનસિક ક્ષમતા કસોટી 50
ગણિત કસોટી25
ભાષા કસોટી 25
કુલ માર્ક્સ100 માર્ક્સ

અગત્યની તારીખો

ઓનલાઈન રજીસ્ટ્રેશનની શરૂઆતની તારીખ 19/06/2023
ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ10/08/2023
પરીક્ષા તારીખ20/01/2024

અગત્યની લિંક

ધોરણ 6 પ્રવેશ પરીક્ષા ફોર્મ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન ફોર્મ ભરવાની માટેઅહીં ક્લિક કરો

લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.


1 thought on “Navodaya Vidyalaya Admission 2024: જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશન શરૂ, જાણો કઈ રીતે કરશો રજીસ્ટ્રેશન”

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો