Gujarat Monsoon News: હાલ તો આપણાં દેશમાં અને ગુજરાતમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. અને ભયંકર ગરમી પડી રહી છે. અનેક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જઈ રહ્યું છે. ત્યારે આ ગરમી ની વચ્ચે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. તા. 29 મે ના રોજ વાતાવરણમાં વાદળાં છવાઈ ગયા હતા. અને ગુજરાતમાં ક્યાક ક્યાંક વરસાદી ઝાપટાં પણ પડયા છે. આ બધાની વચ્ચે આંબાલાલ પટેલે ફરી એક વખત ચોમાસા વિષે આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ દ્રારા આગાહી કરવામાં આવી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે, ચોમાસુ અંદમાન નિકોબરથી આગળ વધી શકે છે તથા અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમચુ ક્યારથી શરુ થશે તેની આગાહી કરી છે. લેખ માં જાણીશું.
Gujarat Monsoon News Update
તાજેતરમાં જ ચોમાસા પહેલાં બંગાળની ખાડીમાં ‘મોચા’ નામનું વાવાઝોડું સર્જાયું હતું. તેની સીધી અસર ભારત પર નહોતી થઈ પરંતુ તેના કારણે ભારતમાં હીટ વેવની સ્થિતિ સર્જાઈ હતી અને ખૂબ ઝડપથી દેશમાં ગરમી પડવાની શરૂ થઈ હતી.
ભારતમાં ચોમાસુ વિશે માહિતી
ભારતમાં ચોમાસું 1 જૂનની આસપાસ શરૂ થતું હોય છે. જ્યારે ગુજરાતમાં ચોમાસું લગભગ 15 જૂનની આસપાસ પહોંચતું હોય છે.
કેરળથી ભારતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે, જ્યારે ગુજરાતમાં સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં પહેલાં ચોમાસાની શરૂઆત થતી હોય છે.
ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસુ
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં ચોમાસા ની શરૂઆત 15 થી 30 જૂન ની વચ્ચે થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી તકલીફ થઈ શકે છે. ત્યારે હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં અને થોડોક વરસાદ જોવા મળ્યો હતો.
અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે.
આ પણ વાંચો : મોચા વાવાઝોડા વિશે માહિતી
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે?
હવામાન વિભાગ દ્રારા આગામી ચોમાસા વિશે અનુમાન જારી કરી દીધું છે. એ મુજબ આવનારું ચોમાસુ દેશમાં સામાન્ય રહેવાની શક્યતા છે. ‘સામાન્ય ચોમાસા’નો અર્થ એ છે કે દેશમાં સરેરાશ સારો વરસાદ થશે. 96 ટકાથી 104 ટકા સુધીના વરસાદને સારો વરસાદ ગણવામાં આવે છે. ગુજરાત માં પણ આ વર્ષે ચોમાસુ સામાન્ય રેહવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે વધુ માં જણાવ્યું હતું કે, તા. 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ 8 તથા 9 જૂનની આજુબાજુ દરિયો તોફાની બની શકે છે. તેમણે કહ્યું કે, 22, 23, 24 જૂનની આજુબાજુ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટા છવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
MahitiGujarat હોમ પેજ | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.