Palak Mata Pita Yojana 2023: આ લેખ માં અમે તમને જણાવીશું પાલક માતા પિતા યોજના વિશે (Palak Mata Pita Yojana 2023). અહીંથી પાલક માતા પિતા યોજના માટે નું ઓનલાઇન ફોર્મ esamajkalyan.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી ભરવા નું રહેશે.
બાળકો માટેની યોજનાઓ: પાલક માતા પિતા યોજના એ નિરાધાર બાળકો યોજના માટેની યોજના છે. પાલક માતા પિતા યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલી સહાય મળવા પાત્ર? તેની તમામ માહિતી આ લેખ માં આપવામાં આવી છે.
Palak Mata Pita Yojana 2023: પાલક માતા પિતા યોજના
યોજનાનું નામ | પાલક માતા પિતા યોજના (Palak Mata Pita Yojana 2023) |
રાજ્ય | ગુજરાત |
હેતુ | ગુજરાત રાજ્ય નાં નિરાધાર અને અનાથ બાળકોનો વિકાસ થાય તે હેતુ થી આ યોજના શરૂ કરવામાં આવી છે. |
સહાય | નિરાધાર બાળકોને મળશે રૂપિયા 3000 ની સહાય |
કોને લાભ મળે | ગુજરાત રાજ્ય ના અનાથ,નિરાધાર,માતા પિતાનું અવસાન થયું હોય તેવા તમામ બાળકોને. |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
Palak Mata Pita Yojana Online: પાલક માતા પિતા યોજના વિશે
ગુજરાત સરકારે 18 વર્ષની વય સુધીના બાળકો માટે 2016માં પાલક માતા પિતા યોજના શરૂ હતી. આ યોજનામાં જેમના માતા-પિતાનું અવસાન થયું છે. આ યોજના હેઠળ, બાળકોને દર મહિને ₹ 3000 ની સહાય આપવામાં આવે છે. હવે અમે આ લેખ માં યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.
આ યોજના હેઠળ, ગુજરાતના તમામ અનાથ બાળકો, 18 વર્ષ સુધીના, લાભ મેળવવા માટે હકદાર બનશે. જે બાળકોના પિતા મૃત્યુ પામ્યા છે અને માતાએ ફરીથી લગ્ન કર્યા છે, તેઓએ માતાના પુનઃલગ્નનું લગ્ન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.
પાલક માતા પિતા યોજનાનો હેતુ
ગુજરાત સરકારે 0 થી 18 વર્ષની વયના બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂ કરી છે જેમના માતા-પિતાનું અવસાન થયું છે. આ યોજના હેઠળ, અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતાપિતા અથવા નજીકના સંબંધીઓને 3,000 રૂપિયાની માસિક સહાયની રકમ આપવામાં આવે છે.
પાલક માતા પિતા યોજના લાભ (Benefits Of Palak Mata Pita Yojana 2023)
આ યોજના ની અરજી કર્યા પછી નિરાધાર કે અનાથ બાળકો ને સરકાર તરફ થી દર મહિને 3000 રૂપિયા સહાય ના ભાગરુપે મળવાપાત્ર છે.અને આ સહાય બાળક ને 18 વર્ષ ની ઉમર થાય ત્યા સુધી મળવા પાત્ર રહશે.
પાલક માતાપિતા યોજના માટેના નિયમો
- બાળક કે જેના માતા અને પિતા બંને મૃત્યુ પામ્યા છે અથવા જેના પિતા મૃત્યુ પામ્યા છે અને જેના માતાએ ફરીથી લગ્ન કર્યા છે તેવા અભ્યાસ કરતાં અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા,વાલી કે સંબંધીને માસિક રૂ.3000/- સહાય આપવામાં આવશે.
- પાલક માતા-પિતા યોજનામાં 18 વર્ષ સુધીના જ બાળકોને આવરી લેવામાં આવ્યા છે જેમના માતાપિતા હયાત નથી અથવા જેમના પિતાનું અવસાન થયું છે અને જેમની માતાએ ફરીથી લગ્ન કર્યા છે.
- પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 27000/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ. 36000/- થી વધારે હોવાનો મામલતરદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહે છે.
- પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.
- અરજદારના વાલીએ શાળા / સંસ્થાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે કે દર વર્ષે અભ્યાસ ચાલુ
- સહાય અંગેની વધુ વિગત વેબસાઇટ www.sje.gujarat.gov.in પર થી મળી રહેશે.
પાલક માતા પિતા યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ (Documents list For Palak Mata Pita Yojana 2023)
- જે બાળક અનાથ છે તે બાળક નું જન્મ પ્રમાણપત્ર
- માતા-પિતા ના અવશાનનું પ્રમાણપત્ર
- જો માતા જીવિત છે અને બીજા લગ્ન કર્યા છે તો માતા દ્વારા કરાયેલા બીજા લગ્ન માટે નું સરકારી અધિકારી દ્વારા ખરાઈ કરતું પ્રમાણપત્ર.
- બાળક ની જે તે શાળા નું બોનોફાઇડ સર્ટિફિકેટ (ચાલુ અભ્યાસનો દાખલો)
- બાળક ના બેન્ક ખાતા ની વિગત (અરજી મંજૂર થયા પછી હુકમ આપવામાં આવશે જેના દ્વારા પાલક-માતા પિતા બાળક સાથે જોઇન્ટ બેન્ક ખાતું ખોલાવી શકશે.)
- પાલક માતાપિતા ની વાર્ષિક આવકનો દાખલો
- પાલક માતા પિતાના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ ની ઝેરોક્ષ.
- પાલક માતા પિતાના બાળક સાથે નો તાજેતરનો ફોટો.
- બાળક અને પાલક માતા પિતા ના સયુંક્ત બેંકના ખાતા ની પાસબુક ની પ્રમાણીત ઝેરોક્ષ.
- પાલક માતા પિતા ના રેશનિંગકાર્ડ ની પ્રમાણીત ઝેરોક્ષ.
- પાલક માતા પિતા ના આધાર કાર્ડ ની પ્રમાણીત ઝેરોક્ષ.
પાલક માતા પિતા યોજના ફોર્મ
ગુજરાત સરકાર ના સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગ દ્વારા પાલક માતા પિતા યોજના માટે ફોર્મ બહાર પાડવામાં આવેલા છે. આ યોજનાનું ફોર્મ તમે સત્તાવાર વેબસાઈટ www.sje.gujarat.gov.in પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. અથવા નીચે પાલક માતા પિતા યોજના નું ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.
આ પણ વાંચો: મફત પ્લોટ યોજના માટે અરજી ફોર્મ
અગત્યની લિંક
પાલક માતા પિતા યોજના ફોર્મ | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
1.પાલક માતા પિતા યોજના શુ છે?
– ગુજરાત રાજ્ય મા નિરાધાર, અનાથ કે જે બાળક ના માતા પિતા અવસાન પામ્યા હોઇ તેવા બાળકો માટે ની યોજના છે.
2.પાલક માતા પિતા યોજના માં ક્યાં લાભો મળે છે?
– પાલક માતા પિતા યોજના માં બાળક ના ખાતા મા દર મહિને 3000 રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામા આવે છે.
3. પાલક માતા પિતા યોજનાની અરજી કરવા માટેની વેબસાઇટ કઈ છે ?
– https://esamajkalyan.gujarat.gov.in/index.aspx