ગુજરાતમાં ઠંડીને અંબાલાલ પટેલની આગામી ચાર મહિનાની તારીખો સાથે આગાહી

ગુજરાતમાં ઠંડીને અંબાલાલ પટેલની આગામી: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધીની ઠંડી અંગેની આગાહી કરી છે. તેમણે તારીખો સાથે જણાવ્યું કે ક્યારે-ક્યારે ગાત્રો થીજવતી ઠંડી પડશે અને ક્યારે ઠંડીના રેકોર્ડ તૂટશે?

હાલમાં રાજ્યમાં બેવડી ઋતુના ચમકારા વચ્ચે રોગચાળો પણ બેકાબુ થયો છે. રાજકોટ અને અમદાવાદ સહિત રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓની લાઈન લાગી છે અને ઘરે-ઘરે બીમારીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તાપમાન ગગડવાને કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન એક સપ્તાહ પહેલા 26.1 ડિગ્રી હતુ. જે ઘટીને 22.6 ડિગ્રી થયુ છે.

ગુજરાતમાં ઠંડીને અંબાલાલ પટેલની આગામી
ગુજરાતમાં ઠંડીને અંબાલાલ પટેલની આગામી

ગુજરાતમાં ઠંડીને અંબાલાલ પટેલની આગામી

રાજ્યમાં ઉતરપૂર્વ-પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે અને બીજી તરફ અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડી બંનેમાં સિસ્ટમ સક્રિય છે. ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. જોકે ગુજરાતમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેવાનુ અનુમાન છે. વહેલી સવારે ઠંડી અને બપોર થતા ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેનુ અનુમાન છે કે, વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે ગુજરાતનુ વાતાવરણ અસર થશે.

અંબાલાલ પટેલે ક્યારથી કડકડતી ઠંડી પડશે તે અંગે જણાવતા કહ્યુ કે, ઠંડીની વાત કરીએ તો 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ભારે હિમવર્ષાને કારણે ઠંડી પડશે. ધીમે-ધીમે ગાત્રો થીજવતી ઠંડી આવશે. જાન્યુઆરી મહિનામાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. ફેબ્રઆરીની શરૂઆતમાં તો વધારે ઠંડી પડવાની શક્યતા રહેશે.

5મી ફેબ્રુઆરી આસપાસ ઠંડક આવશે. આ સખત ઠંડી હશે. તે વખતે મહત્તમ તાપમાન 21-22 ડિગ્રી અને લધુત્તમ તાપમાન 8 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે. આમ, ફેબ્રુઆરી માસ ઠંડો રહેશે અને ઉત્તરીય પર્વર્તીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે.

નવેમ્બર મહિનામાં ઠંડી આગાહી

અંબાલાલ પટેલે નવેમ્બર મહિના અંગે જણાવ્યું કે, નવેમ્બર મહિનામાં આ વખતે ઠંડી વહેલી પડવાની શક્યતા રહેશે. કેમ કે, એક પછી એક વિક્ષેપ આવશે. 7મી નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં સાયક્લોન બનવાની સંભાવના રહેશે. હાલમાં જોવા જઇએ તો, 26થી 28 ઓક્ટોબર દરમિયાન અંદામાન-નિકોબાર ટાપુ પર લો પ્રેશર બનવાની સંભાવના રહેશે. એટલે 7મી નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં બીજું સાયક્લોન સ્ટ્રોમ બની શકે છે.

ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી

હવામાન વિભાગે આગાહી કરી કે મહત્તમ તાપમાન 36 રહેવાની સંભાવના છે. અમુક જગ્યાએ 38 ડિગ્રી પણ રહી શકે છે. જ્યારે લધુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, સામાન્ય રીતે આપણે ઠંડક અનુભવી રહ્યા છે. રાત્રે ઠંડી લાગે છે અને દિવસે ગરમી લાગે છે. શરદ પૂર્ણિમામાં પણ આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે. તેમણે એમ પણ જણાવ્યુ કે, હાલ ટ્રાન્ઝિશન મંથ છે.

આગળ વાત કરતાં હવામાન વિભાગે કહ્યું કે ચોમાસા અને ઠંડીની વચ્ચે ઓક્ટોબર-નવેમ્બર ટ્રાન્ઝિશન મંથ રહે છે. તેને આપણે સાયક્લોન મંથ પણ કહીએ છે. મોટાભાગે આ બે મહિના દરમિયાન અરબ સાગર અને બંગાળની ખાડીમાં સાયક્લોન બનતા હોય છે. આ સમયગાળા દરમિયાન રાત્રે ઠંડક અનુભવાય છે અને દિવસે ગરમી લાગે છે.

1 thought on “ગુજરાતમાં ઠંડીને અંબાલાલ પટેલની આગામી ચાર મહિનાની તારીખો સાથે આગાહી”

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો