ચંદ્રગ્રહણ 2023: આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ

ચંદ્રગ્રહણ 2023: વર્ષનું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ શરદ પૂર્ણિમાના રોજ એટલે કે 28 ઓક્ટોબર 2023ના રોજ થવાનું છે. આ આંશિક ચંદ્રગ્રહણ હશે, જે શનિવારે મધ્ય રાત્રે 1:05 કલાક થી 02:24 કલાક સુધી રહેશે. અ સાથે જ સુતક 28મી ઓક્ટોબરે સાંજે 4 કલાકથી શરૂ થશે અને ગ્રહણ સમાપ્ત થયા બાદ સમાપ્ત થશે.

ચંદ્રગ્રહણને હિંદુ ધર્મમાં અશુભ ઘટના માનવામાં આવી છે. ચંદ્રગ્રહણને ખગોળશાસ્ત્રની સાથે અધ્યાત્મિક દ્રષ્ટીએ પણ જોવામાં આવે છે. ચંદ્ર ગ્રહણએ ખગોળીય ઘટના હોવાથી રાશિઓ પર તેની નકારાત્મક અને સકારાત્મક અસરો પડતી હોય છે. હિંદુ માન્યતા અનુસાર સુતકકાળ દરમિયાન પૂજા-પાઠ, રસોઈ વગેરે કઈ કામ ન કરવું જોઈએ.

ચંદ્રગ્રહણ 2023
ચંદ્રગ્રહણ 2023

ચંદ્રગ્રહણ 2023: ચંદ્રગ્રહણ કોને કહેવાય?

જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક રેખામાં આવે છે, તો આવી સ્થિતિમાં ચંદ્ર પૃથ્વીના પડછાયાથી ઢંકાઈ જાય છે. આ રીતે સૂર્યપ્રકાશ ચંદ્ર સુધી ન પહોંચવાને કારણે અંધકાર પ્રવર્તે છે. આને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ આંશિક રહેશે.

ચંદ્રગ્રહણ પર ગ્રહોની સ્થિતિ

ચંદ્રગ્રહણ પર ગ્રહોની સ્થિતિ ઉત્તમ છે.ચંદ્ર મેષ રાશિમાં રહેશે, રાહુ અને ગુરુની સાથે અને સૂર્ય, બુધ, મંગળ કેતુની સાથે રહેશે.તેથી, જે લોકો પર ચંદ્ર અને સૂર્યનો પ્રભાવ છે, તેઓએ ખાસ કાળજી લેવી પડશે.મેષ, વૃષભ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકો માટે ગ્રહણ થોડું મુશ્કેલ રહેશે.આ સિવાય સિંહ, મિથુન, ધનુ અને કુંભ રાશિના લોકો માટે ગ્રહણ આર્થિક સ્થિતિને મજબૂત કરશે અને લાભ લાવશે.

ચંદ્રગ્રહણ થી કઈ રાશિ પર શુ અસર પડશે

મેષ

વર્ષનું અંતિમ Chandra Grahan ની મેષ રાશિના લોકો પર વધુ અસર પડશે. તેનાથી તમારી પર્શનલ અને પ્રોફેશનલ લાઈફ પ્રભાવિત થઇ શકે છે. તણાવના કારણે તમારૂ વર્તન પણ ખરાબ થઇ શકે છે, જેની અસર સબંધો પર જોવા મળશે. ચંદ્રગ્રહણના દિવસે કોઈ પણ રોકાણ ન કરવુ હિતાવહ છે. સ્વાસ્થ્ય ની વિશેષ કાળજી રાખવી.

વૃષભ

ચંદ્રગ્રહણના દિવસે વૃષભ રાશી ના લોકો માટે જીવનમાં તણાવ વધી શકે છે. જ્યોતિષમાં ચંદ્રને મનનો કારક જણાવવામાં આવ્યો છે. ચંદ્રના કારણે આપણુ મન પરેશાન થઇ શકે છે. આ દિવસે ખર્ચા વધી શકે છે. ખર્ચાઓ પર કન્ટ્રોલ કરવો, નહિ તો આર્થિક તંગી થઇ શકે છે.

કર્ક

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને એના પર ગ્રહણ લાગશે. એવામાં વર્ષના અંતિમ ગ્રહણના દિવસે કર્ક રાશીના લોકોએ સાવધાન રહેવું પડશે. કર્ક રાશી માટે ચંદ્ર ગ્રહણ શુભ નહિ થાય. નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર સતર્ક રહી કામ કરવા ભલામણ છે. થોડી પણ બેદરકારી ભારે પડી શકે છે. તમારા માટે કેટલીક કઠિન પરિસ્થિતિ બની શકે છે. ગ્રહણ વાળા દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ.

કન્યા

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ કન્યા રાશિના લોકો માટે મિશ્ર પરિણામ આપી શકે છે. એક તરફ, તમે પૈસા મેળવી શકો છો, પરંતુ ખર્ચ પર નિયંત્રણના અભાવને કારણે, તમે પૈસાની અછત અનુભવી શકો છો. જો ખર્ચાઓ પર નિયંત્રણ નહીં રાખો તો તમારે બીજા પાસેથી પૈસા ઉછીના લેવા પડે તેવી પણ પરિસ્થિતિ બની શકે.

વૃશ્ચિક

વર્ષના આ બીજા ચંદ્રગ્રહણના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાના શત્રુઓથી સાવધાન રહેવા ભલામણ છે. શત્રુઓ તમારા માટે થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારે તમારા આયોજનો ને ગુપ્ત રાખવા જોઈએ. ધ્યાન રાખો કે તમારી માહિતી લીક ન થાય, અન્યથા તેનો દુરુપયોગ થવાની શકયતા છે. જો કે,આ ચંદ્રગ્ર્હણ ને લીધે નોકરી કરતા લોકોનું પદ અને પ્રતિષ્ઠા વધવાની અપેક્ષા છે.

મીન

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ તમારી રાશિના આઠમા ભાવમાં થશે. આ કારણે તમારી લવ લાઈફમાં તણાવ વધી શકે છે. તમારા લવ પાર્ટનર સાથે ધીરજ રાખો. એવી વર્તણૂક અથવા ભાષાનો ઉપયોગ કરશો નહીં જે તમારા સંબંધોને અસર કરે. ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખો. શાંતિથી બાબતોને ઉકેલવાનો પ્રયાસ કરો. આ દિવસે મિત્રો સાથેના સંબંધો બગડવાનો ભય રહેશે.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો