Heart Attack News: 20 વર્ષીય યુવતી ખેતરમાં કામ કરતાં-કરતાં ઢળી પડી, હાર્ટ એટેકથી મોત

Heart Attack News: રાજ્યમાં સતત હાર્ટએટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જેમાં પણ નાની ઉંમરના લોકોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. નાની વયે હાર્ટ એટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હાર્ટએટેકથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. જ્યારે રાજકોટમાં વધુ 2 લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. તો પાલનપુરમાં 20 વર્ષીય યુવતીનું હાર્ટએટેકથી મોત થયું છે.

Heart Attack News
Heart Attack News

Heart Attack News

  • પાલનપુરની 20 વર્ષીય યુવતીનું હૃદયરોગના હુમલાથી મોત
  • રાજકોટમાં 38 અને 42 વર્ષીય વ્યક્તિના નીપજ્યા મોત
  • છેલ્લા 24 કલાકમાં વિવિધ સ્થાનો પર વધી હાર્ટ એટેકની ઘટના

મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. જિલ્લાના પાલનપુરના આકેસણ ગામમાં હાર્ટ એટેકથી એક 20 વર્ષીય યુવતીનું મોત થયુ છે. ભૂમિકા મોર નામની યુવતી ખેતરમાં કામ કરતી હતી, અહીં તે ઘાસચારો વાઢતી હતી અને અચાનક તેણીને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો, આ પછી તે નીચે ઢળી પડી હતી. જોકે, તાત્કાલિક ધોરણે યુવતીને હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામા આવી હતી, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. 20 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત થતાં સમગ્ર પરિવાર અને પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સાએ ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 5 લોકોએ હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યા તો પાલનપુરમાં એક વ્યક્તિનું હૃદય અચાનક બંધ થયું. તો ભાવનગર જિલ્લામાં એક અઠવાડિયામાં 11 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. આકસ્મિક મોતથી પરિવારમાં ચિંતાનો માહોલ છે.

આ પણ વાંચો: હાર્ટ એટેકથી બચવાના ઉપાય

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો