ગિરનાર લીલી પરિક્રમા 2023: 23થી 27 નવેમ્બર ગિરનારની લીલી પરિક્રમા યોજાશે

ગિરનાર લીલી પરિક્રમા 2023: જૂનાગઢમાં દર વર્ષે લીલી પરિક્રમા યોજવામા આવે છે. ભાવિકો હજારોની સંખ્યામાં ઠંડીની પણ પરવા કર્યા વિના લીલી પરિક્રમામાં આવે છે. દિવાળી બાદ યોજાતી આ પરિક્રમા લોકોને પ્રકૃતિ સાથે જોડવાની સાથે તેનું ઘાર્મિક મહત્વ પણ ઘણુ ધરાવે છે. ત્યારે આ વર્ષ માટે ગિરનારની લીલી પરિક્રમા માટે ઉતારા અન્નક્ષેત્ર મંડળની બેઠકમાં તિથી મુજબ તારીખ નક્કી કરવામાં આવી છે.

ગીરનારની લીલી પરિક્રમા પરંપરાગત રીતે કારતક સુદ 11 થી કારતક સુદ પુનમ દરમ્યાન યોજાય છે. જેની તારીખ આ વખતે 23 થી 27 નવેમ્બર છે.

ગિરનાર લીલી પરિક્રમા 2023

ગિરનાર લીલી પરિક્રમા 2023

તા. 23 થી 27 નવેમ્બર 2023 દરમ્યાન ગીરનારની લીલી પરિક્રમા યોજાનાર છે. ત્યારે તેની તૈયારી માટે સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા પોતાની રીતે કરવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે આ વખતની પરિક્રમામાં 15 લાખથી વધુ ભાવિકો આવે એવો અંદાજ છે.

ગિરનાર લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ

કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિષ મળવ્યાંનો અનુભવ કરે છે. સતયુગમાં દેવી દેવતાઓએ પણ ગીરનારની પરિક્રમા કર્યોનો ઉલ્લેખ છે. શ્રીકૃષ્ણે જ પરિક્રમા કરી હોવાનો ઉલ્લેખ છે.

દામોદર કુંડમાં સ્નાન કરીને થાય છે પરિક્રમાનો પ્રારંભ

આપને જણાવીએ કે, ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાં એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. બારસના દિવસે ભવનાથ તળેટીના દુધેશ્વરની જગ્યા રૂપાયતન ગેટ પાસેથી પરિક્રમાનો પ્રારંભ થાય છે. ભાવિકો ઉત્તર દિશામાં પહાડો વટાવતાં અંદાજે સાડા ત્રણ માઈલ દૂર હસનાપુર કે જીણાબાવાની મઢીએ રાત્રી રોકાણ કરે છે.

ભક્તો કુલ 36 કિલોમીટરનું અંતર કાપીને ગ્રીન સર્કલ પૂર્ણ કરે છે.

ગિરનારની તળેટીમાં લીલું ચક્ર પૂર્ણ કરવા માટે લાખો યાત્રાળુઓ ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટરનું અંતર ચાલે છે. પરિક્રમા માર્ગ પર વિવિધ ઉત્તરા મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે કેટલાક ભક્તો ઘરેથી કાચો માલ લાવે છે અને જંગલમાં જ રસોઇ કરીને વન ભોજન કર્યાનો આનંદ પણ માણે છે.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો