ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ, 4 દિવસ ખાસ ઝુંબેશ હાથ ધરાશે

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લોકો ઘરબેઠા ઓનલાઇન ફોર્મ ભરી મતદાર યાદીમાં સુધારો કરાવી શકશે. યુવાઓ મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે અરજી કરી શકશે.

 • રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર
 • રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યો કાર્યક્રમ
 • આગામી 4 , 5 નવેમ્બર અને 2 અને 3 ડીસેમ્બર ખાસ ઝુંબેશ
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023

ચૂંટણી કાર્ડ એ ખૂબ જ અગત્યનુ ડોકયુમેન્ટ છે. જે લોકોના મતદાર યાદિ મા નામ નોંધાયેલા હોય તેની પાસે ચુંટણી કાર્ડ હોય છે. મતદાર યાદિ મા નામ નોંધાયેલ હોય તે લોકોને ચૂંટણીઓમા મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે વર્ષ મા 2 વખત આ મતદાર યાદિમા સુધારણા માટે ખાસ ઝૂંબેશ ઈલેકશન કમીશન તરફથી યોજવામા આવે છે. આવનારી લોકસભાની ચુંટણી પહેલા મતદાર યાદિ મા સુધારણા માટે ખાસ ઝૂંબેશ યોજવામા આવી છે.

ખાસ ઝૂંબેશ ના દિવસો

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે આગામી તા. 4 , 5 નવેમ્બર અને 5 અને 2 ડીસેમ્બર ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ દિવસોએ તમામ મતદાન મથકો પર સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુઘીમાં નાગરિકો બીએલઓને રૂબરૂ ફોર્મ ભરી જમા કરાવી શકાશે.

 • તારીખ 4 નવેમ્બર 2023- શનિવાર
 • તારીખ 5 નવેમ્બર 2023- રવિવાર
 • તારીખ 2 ડિસેમ્બર 2023- શનિવાર
 • તારીખ 3 ડિસેમ્બર 2023- રવિવાર

મતદારયાદી સુધારણા ઓનલાઇન

મતદારયાદીમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવા વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ, www. nvsp.in, www. voterportal. eci .gov.in, www.voters. eci.in વેબસાઈટ દ્વારા ઘરબેઠાં ઓનલાઈન જ ફોર્મ ભરી શકાશે.

મતદાર યાદી સુધારણા ફોર્મ

 • નામ ઉમેરવા, કમી કરવા માટે આ ફોર્મ ભરવા જરૂરી
 • મતદારયાદીમાં પ્રથમ વખત જ નામ દાખલ કરી નવા મતદાર તરીકે નામ નોંઘણી કરવા માટે ફોર્મ નં.6 ,
 • મતદારયાદીમાંથી મૃત્યુના કારણે નામ કમી કરાવવા કે નવા દાખલ કરનાર નામ સામે વાંઘો લેવા માટે ફોર્મ નં. 7,
 • રહેઠાણનું સ્થળાંતર, મતદારયાદીની વિગતોમાં સુઘારા માટે, જુનું એપીક બદલાવવા માટે કે દિવ્યાંગ મતદાર તરીકે નોંઘ કરાવવા માટે ફોર્મ નં.8 ભરી શકો છો.
 • તેમજ ચૂંટણીકાર્ડ સાથે આઘાર કાર્ડ લિંક કરવા માટે ફોર્મ નં.6-ખ ભરી શકો છો.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો