બંદર ઉપર લગાવાતા સિગ્નલનો અર્થ: ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે, એટલે વાવાઝોડાની નવાઈ નથી. વાવાઝોડું કેવુંક આક્રમક છે, એ કાંઠે રહેતા સૌ કોઈ જાણતા હોતા નથી. તેમને જાણ કરવા માટે વિવિધ નંબરના સિગ્નલ ફરકાવવામાં આવે છે. આ લેખમા આપણે જાણીશુ આ સિગ્નલનો અર્થ
બંદર ઉપર લગાવાતા 1 થી 12 સિગ્નલનો: દરિયામાથી આવતા વાવાઝોડા કે પછી કાંઠે ફુકાતા ભારે પવનને લઈને બંદર ઉપર વિવિધ પ્રકારના સિગ્નલ લગાવવામાં આવે છે. પવનની ઝડપ પ્રમાણે બંદરો પર નં.૧થી ૧૨ સુધીના સિગ્નલ લાગે છે. આ સિગ્નલને બ્યુફર્ટ સ્કેલ કહેવાય છે. કેમ કે બ્રિટિશ નૌકા અધિકારી ફ્રાન્સિસ બ્યુફર્ટ 1805માં પવનની ઝડપ કિલોમીટર પ્રમાણે ક્રમ નક્કી કયી હતો.
- દરિયામાં જ્યારે વાવાઝોડું આવતું હોય છે ત્યારે ચેતવણી આપવા માટે પૉર્ટ સ્ટ્રોમ વૉર્નિંગ સિગ્નલોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
- કેટલાક દેશો સિગ્નલ દર્શાવવા માટે ફ્લેગનો ઉપયોગ કરતા હોય છે. ભારત દિવસ અને રાત માટે અલગ-અલગ સંકેતોનો ઉપયોગ કરે છે.
- દિવસના સંકેતો માટે સિલિન્ડર જેવા આકારની વસ્તુ અને શંકુનો ઉપયોગ થાય છે. જ્યારે રાત્રિના સંકેતો માટે લાલ અને સફેદ લાઇટનો ઉપયોગ કરાય છે.
- ભારતમાં 1 નંબરથી લઈને 11 નંબર સુધીનાં સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે.
જાણો 1 થી 12 નંબરના સિગ્નલો
સિગ્નલ નંબર-01
દૂરના વિસ્તારમાં ક્યાંક વાવાઝોડું સર્જાઈ રહ્યું છે અને પવન 60 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. આ સિગ્નલનો અર્થ પવનની ચેતવણી છે.
સિગ્નલ નંબર-02
દૂર દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને પવનની ગતિ 60થી 90કિલોમિટર પ્રતિ કલાક રહેશે. આ સિગ્નલ દરિયામાં જઈ રહેલાં વહાણો માટે મહત્ત્વનું છે.
સિગ્નલ નંબર-03
દૂર દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને તે બંદરને અસર કરી શકે છે. પવનની ગતિ 60થી 90 કિલોમિટર પ્રતિ કલાક રહેશે.
સિગ્નલ નંબર-04
સ્થાનિક વૉર્મિંગ – દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને તે બંદરને અસર કરી શકે છે. આ સિગ્નલ બંદર પર લાંગરેલાં વહાણો માટે ભયજનક સ્થિતિ દર્શાવે છે. સિગ્નલ 3 અને 4 સૂચિત કરે છે કે ખરાબ હવામાનના કારણે બંદરની સ્થિતિ ભયજનક છે.
સિગ્નલ નંબર-05
ભયનો સંકેત છે. વાવાઝોડાને કારણે બંદરનું હવામાન ખરાબ થઈ ગયું છે. વાવાઝોડું બંદરની ડાબી બાજુથી પસાર થઈ શકે છે.
સિગ્નલ નંબર-06
ભયનો સંકેત છે. વાવાઝોડાને કારણે બંદરનું હવામાન ખરાબ થઈ ગયું છે. વાવાઝોડું બંદરની જમણી બાજુથી પસાર થઈ શકે છે.
સિગ્નલ નંબર-07
ભયનો સંકેત છે. આનો અર્થ છે કે ચક્રવાત બંદરની નજીકથી અથવા તો બંદર પરથી પસાર થશે.
સિગ્નલ નંબર-08
ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું ભયંકર કે અતિ ભયંકર છે અને તે બંદરની જમણી બાજુથી પસાર થશે. હવા 90થી 120 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે રહેશે.
સિગ્નલ નંબર-09
ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું ભયંકર કે અતિ ભયંકર છે અને તે બંદરની ડાબી બાજુથી પસાર થશે. હવા 90થી 120 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે રહેશે.
સિગ્નલ નંબર-10
ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું અતિ ભયંકર છે અને તે બંદર પરથી અથવા પાસેથી પસાર થશે. પવનની ગતિ 200કિલોમિટર પ્રતિ કલાક કે તેથી વધારે રહેશે. આ સુપર સાયક્લૉનની ચેતવણી છે.
સિગ્નલ નંબર-11
જ્યારે પવન 103 થી 118 કિમી પ્રતિ કલાકથી વધારે ફૂંકાવા લાગે છે ત્યારે 10 નંબરનું સિગ્નલ બંદર પર લગાડી દેવામાં આવે છે. આ સિગ્નલ લાગે ત્યારે ખૂબ જ ભયાનક સ્થિતિ સર્જાય છે.
સિગ્નલ નંબર-12
જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે.
બિપોરજોય વાવાઝોડા વિશે માહિતી | અહી ક્લિક કરો |
MahitiGujarat હોમ પેજ | અહી ક્લિક કરો |
લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.