નિરંજન સ્વામીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન: સોખડા સ્વામિનારાયણ મંદિરમાંથી અલગ થયેલા હરીપ્રબોધમ પરીવારના એક સાધુનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. નિરંજન સ્વામીએ ગુરૂને મહાન બતાવવા વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું- પોતાના ગુરુ પ્રબોધજીવન રૂમની બહાર નીકળે ત્યારે દેવતાઓ તેમનાં દર્શન માટે ઝૂરતા હોય છે અને તેમનાં દર્શન કરીને આનંદ-પુલકિત થાય છે, એવું કહી દેવતાઓનું પણ અપમાન કર્યું છે.
નિરંજન સ્વામીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- ફરી સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં
- નિરંજન સ્વામીએ દેવતાઓનું કર્યું અપમાન
ફરી એક વખત દેવતાઓનું અપમાન
રાજકોટ જિલ્લાના જસદણમાં સોખડા સ્વામિનારાયણ મંદિરમાંથી અલગ થયેલા હરિપ્રબોધમ પરિવારના વધુ એક સાધુનું વિવાદાસ્પદ પ્રવચન સામે આવ્યું છે. સ્વામીએ પોતાના પ્રવચનમાં ગુરુને દેવતાઓથી મહાન ચીતરવા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. સ્વામીએ પોતાના ગુરુ પ્રબોધજીવન રૂમની બહાર નીકળે ત્યારે દેવતાઓ તેમનાં દર્શન માટે ઝૂરતા હોય છે અને તેમનાં દર્શન કરીને આનંદ-પુલકિત થાય છે એવું કહી ફરી એક વખત દેવતાઓનું અપમાન કર્યું છે.
નિરંજન સ્વામીએ કર્યું વિવાદિત નિવેદન
પ્રબોધ સ્વામીને દેવતાઓથી મહાન ચીતરી નિરંજન સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, પ્રબોધજીવન સ્વામી માટે દેવતાઓ તેમના રુમ બહાર રાહ જોતા હોય છે, સ્વામી રુમની બહાર નીકળે ત્યારે દેવતાઓ દર્શન કરી પુલકીત થાય છે. જ્યારે પ્રબોધ સ્વામી રુમની બહાર આવે એટલે દેવતાઓ તેમના પર પુષ્પવર્ષા કરે છે
મહંત જ્યોર્તિનાથ મહારાજે આપી પ્રતિક્રિયા
જ્યોર્તિનાથ મહારાજે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી, બોલનાર અને સંભાળનાર બંને પાપી છે. સનાતન ધર્મને હાનિ પહોંચાડીને તમે શું સાબિત કરવા માંગો છો? તમે સર્વોપરી હોય તો તમારા જ ઝઘડા પહેલા પુરા કરોને, સર્વોપરિતા હોય તો જગત કલ્યાણના બહુ કામ છે. આવાને સજા થવી જોઈએ. આ મામલે આજે તાત્કાલિક જૂનાગઢ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આગળની કાર્યવાહી મટિંગ બાદ નક્કી કરવામાં આવશે.