આજના ટામેટાંના ભાવ (Tomato Price Today): હાલ આખા ભારતમાં ટામેટાના ભાવ આસમાને છે. ભાવ વધવાને કારણે લોકોના રસોડામાંથી ટામેટાં ગાયબ થઈ ગયા છે. માસાની ઋતુમાં દરેક શાકભાજી મોંઘું થતું હોય છે. ચોમાસું શરું થતાં જ ટામેટાંના ભાવ આસમાને પહોંચ્યા છે. માન્ય રીતે 10થી 20 રૂપિયે કિલોના ભાવે વેચાતા ટામેટા આજે પેટ્રોલ અને ડીઝલ કરતા તો ક્યાંય આગળ નિકળી ગયા છે.
Tomato Price Today: આજના ટામેટાંના ભાવ
- ટામેટાંના ભાવમાં ધરખમ વધારો.
- ટામેટાંનો ભાવ 160થી 200 રૂપિયા પ્રતિકિલો થયો
- ભાવ વધતાં સામાન્ય અને ગરીબ વર્ગ હેરાન
ટામેટાંના ભાવ વધતા ગૃહિણીઓમાં ચિંતા
રસોઈમાં અનિવાર્ય એવા ટામેટાએ લોકોને રાતા પાણીએ રડાવ્યા છે. સામાન્ય રીતે દરેક વાનગી બનાવવા માટે ઉપયોગી ટામેટાંના ભાવમાં અકધારો વધારો થતાં ગૃહિણીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સામાન્ય રીતે બજારમાં 20 થી 30 રુપિયા પ્રતિ કિલો મળતા ટામેટાંના ભાવ હાલ 160થી 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે. ટામેટાંમાં ભાવ વધારાના કારણે ગૃહિણીઓ ટામેટાં વગરનું શાક બનાવવા માટે મજબૂર બની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટામેટાંના ભાવ હજુ વધી શકે છે.
હોલસેલ માર્કેટમાં ટામેટાંના ભાવમાં ધરખમ વધારો
હોલસેલ માર્કેટમાં એક અઠવાડિયામાં જ ટામેટાંના ભાવ આસમાને પોગી ગયા છે. થોડા સમય પહેલા જમાલમપુર માર્કેટમાં ટામેટાંના ભાવ 70થી 80 રૂપિયા પ્રતિ કિલોએ ચાલતા હતા. જે એક અઠવાડિયા પહેલા વધીને 120 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. હાલ આ ભાવમાં વધારો થયો છે ટામેટાંના ભાવ અત્યારે વધીને 160થી 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. શાકભાજીના ભાવ વધતા સામાન્ય અને ગરીબ વર્ગ પરેશાન બન્યો છે.
ટામેટાં ભાવ ક્યારે ઓછા થશે?
ટામેટાની મોંઘવારી અંગે નિષ્ણાતો કહે છે કે, આગામી દિવસોમાં તેના ભાવ ઘટશે. કારણ કે, જેવો વરસાદ ઓછો થશે કે તરત જ ટામેટાં બજારમાં આવવા લાગશે. આમ જેમ જેમ બજારમાં પુષ્કળ પ્રમાણમાં ટામેટાં ઠલવાશે તેમ તેમ તેનો પુરવઠો વધશે અને માંગમાં ઘટાડો જોવા મળશે. જેના કારણે ટામેટાંના ભાવમાં ધરખમ ઘટાડો થશે. જો કે, જ્યાં સુધી ભાવ નીચે નહીં આવે ત્યાં સુધી સામાન્ય માણસની થાળીમાંથી ટામેટાની ચટણી ગાયબ રહેશે. છેલ્લા ઘણા દિવસોથી ઘણા ઘરોમાં ટામેટાં આવ્યા જ નથી તેમને રાહત મળશે.