જાણો આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ કેવી રીતે કરવું? । Aadhar Card Link With Mobile Number

Aadhar Card Link With Mobile Number: આધાર કાર્ડ આજકાલ જરૂરી દસ્તાવેજ બની ગયું છે. સરકારે દરેક નાગરિક માટે આધાર કાર્ડ ફરજિયાત કર્યું છે. આધાર કાર્ડ યુનિક આઇડેન્ટિફિકેસન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) તરફથી જાહેર કરવામાં આવે છે. આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ હોવો જરૂરી છે. આ ઉપરાંત બેંક ખાતાઓ, પાન કાર્ડ સાથે લિંક હોય છે. આધાર કાર્ડમાં વ્યક્તિનું નામ, ફોટો, જન્મ તારીખ, લિંગ, સરનામું જેવી વિગતો આપેલી હોઈ છે.

આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક: આ લેખમાં આપણે જાણીશું કે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કેવી રીતે કરવો. તેની સમગ્ર પ્રોસેસ ની આપેલ છે.

જાણો આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ કેવી રીતે કરવું? । Aadhar Card Link With Mobile Number
જાણો આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ કેવી રીતે કરવું? । Aadhar Card Link With Mobile Number

Aadhar Card Link With Mobile Number । આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ કેવી રીતે કરવું?

આધાર કાર્ડને તમારા મોબાઈલ નંબર સાથે લિંક કરવું જરૂરી છે. આધાર કાર્ડને લગતી વિવિધ સેવાઓના ફાયદા લેવા, ઓનલાઈન સેલ્ફ સર્વિસ, mAadhaar એપ વગેરેનો ઉપયોગ કરવા. તમારા મોબાઈલ નંબરને કેવી રીતે ઓનલાઈન અને ઓફલાઈન આધાર કાર્ડ સાથે લિંક કરવા તે વિશે આગળ માહિતી આપીશું, તમે નજીકના આધાર એનરોલમેન્ટ/અપડેટ સેન્ટરની મુલાકાત લઈને પણ તમારા આધાર કાર્ડને મોબાઈલ નંબર સાથે લિંક કરી શકો છો.

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવા માટે અલગ અલગ પ્રોસેસ

  1. પોસ્ટ ઓફિસ: તમારી નજીક ની કોઈ પણ પોસ્ટ ઓફિસ માં જઈ ને આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરાવી શકો છો. ભારત સરકારે પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ સેન્ટર ઓપન કરેલા છે, જ્યાં તમે નવા આધાર કાર્ડ, આધાર કાર્ડ માં સુધારો કરાવી શકો છે.
  2. એનરોલમેન્ટ સેન્ટર: તમે નજીકના આધાર એનરોલમેન્ટ/અપડેટ સેન્ટરની મુલાકાત લઈને તમારા આધાર કાર્ડને મોબાઈલ નંબર સાથે લિંક કરી શકો છો. આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર/અપડેટ કરવા માટે, તમારે નીચે આપેલા પગલાંને અનુસરવાની જરૂર છે.
  3. ઓનલાઈન: તમે તમારા આધાર કાર્ડ પર મોબાઇલ નંબર અપડેટ આધાર કાર્ડ ની સત્તાવાર વેબસાઈટ (UIDAI) પર નંબર કરી શકો છે.
આ પણ વાંચો: આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે જાણો સંપુણ પ્રોસેસ

ઓનલાઈન આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ કરશો?

આધારકાર્ડ સેવા સેન્ટરની મુલાકાત લીધા વિના મોબાઇલ નંબર સાથે આધારને ઘર બેઠા કેવી રીતે લિંક કરવું તે અંગે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

  • સૌ પ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઇટ જાવ, અથવા તમે આ યુઆરએલ https://uidai.gov.in/ પર ક્લિક કરો.
  • UIDAI વેબસાઇટ પર આવ્યા પછી, તમે ‘My Aadhaar’ પર ક્લિક કરો અને પછી ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘Update Aadhaar Detail (Online)’ પસંદ કરો. આ તમને ‘આધાર સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ’ પર લઈ જશે જ્યાં તમે તમારા આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો.
  • હવે ‘આધાર સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ’ પેજ પર જઈ, Update Your Address)ટેબ પર ક્લિક કરો.
  • ત્યારબાદ , તમારો 12 આંકડાનો આધાર નંબર દાખલ કરો. પછી તમારા મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલો OTP દાખલ કરો.
  • હવે લૉગ ઇન થય ગયા પછી, તમે “મોબાઇલ નંબર” પર ક્લિક કરીને અને અહીં તમારો નવો મોબાઇલ નંબર દાખલ કરીને મોબાઇલ નંબર અપડેટ કરી શકશો.

આધાર કાર્ડ પર મોબાઇલ નંબર લિંક કરવા માટે જરૂરી દસ્તાવેજો

આધાર કાર્ડ પર મોબાઇલ નંબર લિંક કરવા માટે જરૂરી એકમાત્ર દસ્તાવેજ તમારા આધાર કાર્ડની નકલ છે. આ માટે તમારે અન્ય કોઈ દસ્તાવેજ, સરનામાનો પુરાવો અથવા ઓળખનો પુરાવો આપવાની જરૂર નથી.

તમારા આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવા માટેની ફી

આધાર નોંધણી સમયે તમારે તમારા આધાર કાર્ડને મોબાઈલ નંબર સાથે લિંક કરવા માટે કોઈ ચાર્જ ચૂકવવાની જરૂર નથી. જો કે, જો તમે આધાર સાથે નોંધાયેલ તમારો મોબાઈલ નંબર લિંક/બદલો/અપડેટ કરવા ઈચ્છો છો, તો તમારે રૂ. 50 તેના માટે ચૂકવા પડશે.

UIDAI સત્તાવાર વેબસાઇટઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો

લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો