Bharat Ratna Award Winners List: આ લેખમાં આપણે જાણીશું ભારત રત્ન વિશે તમામ માહિતી. ભારત રત્ન ની શરૂઆત ક્યારથી થઇ કોને કોને મળેલ છે. પ્રશમ કોને આપવામાં આવ્યો હતો. આ ઉપરાત ભારત રત્ન વિશે અમુક ફેક્ટસ જાણીશું.
About Bharat Ratna Award: ભારત રત્ન વિશે માહિતી
ભારત રત્ન એ ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે.
શરૂઆત | 1954 |
વર્ણન | પીપળાનાં પાન પર સૂર્ય તથા દેવનાગરી લીપીમાં ભારત રત્ન (भारत रत्न) લખેલું હોય છે. |
પ્રથમ વિજેતા | ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી સી. વી. રામન |
Bharat Ratna Award Winners List: ભારત રત્ન પુરસ્કારના વિજેતાની યાદી
વર્ષ | વિજેતા | પરિચય |
1954 | ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન | ભારતના બીજા રાષ્ટ્રપતિ, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ |
1954 | સી. રાજગોપાલાચારી | ભારતના છેલ્લા ગવર્નર જનરલ |
1954 | સી. વી. રામન | ભૌતિકશાસ્ત્રી, નોબેલ પારિતોષિક વિજેતા |
1955 | ભગવાન દાસ | સ્વાતંત્ર્ય સેનાની |
1955 | એમ.વિશ્વેસવરીયા | સિવિલ એન્જીનિયર, ભાખરા નાગલ બંધના નિર્માતા, |
1955 | જવાહરલાલ નેહરુ | ભારતના પ્રથમ વડાપ્રધાન |
1957 | ગોવિંદ વલ્લભ પંત | ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી. |
1958 | ધોન્ડો કેશવ કર્વે | શિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક. |
1961 | ડો.બિધાન ચંદ્ર રોય | ડોક્ટર, પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી |
1961 | પુરુષોત્તમદાસ ટંડન | સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી. |
1962 | રાજેન્દ્ર પ્રસાદ | ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ |
1963 | ડૉ. ઝાકીર હુસૈન | ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જામીયા મિલિયાના સ્થાપક. |
1963 | ડો.પી.વી.કાણે | સંસ્કૃતના વિદ્વાન. |
1966 | લાલ બહાદુર શાસ્ત્રી | ભારતના બીજા વડાપ્રધાન |
1971 | ઈન્દિરા ગાંધી | ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન. |
1975 | ડો.વી.વી.ગીરી | ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ |
1976 | કુમારસ્વામી કામરાજ નાદર | તમિલનાડુના ત્રણ ટર્મના મુખ્યમંત્રી |
1980 | મધર ટેરેસા સમાજસેવિકા, | નોબૅલ વિજેતા |
1983 | વિનોબા ભાવે | ભૂદાન ચળવળનાં પ્રણેતા. |
1987 | ખાન અબ્દુલગફાર ખાન | સરહદનાં ગાંધી |
1989 | એમ.જી.રામચંદ્રન | ફિલ્મ અભિનેતા, તામિ નાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી |
1990 | ડૉ. ભીમરાવ રામજી આંબેડકર | બંધારણ સભાના પ્રમુખ, ભારતના પ્રથમ કાયદા મંત્રી |
1990 | નેલ્સન મંડેલા | દક્ષિણ આફ્રિકાના ગાંધી |
1991 | રાજીવ ગાંધી | ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન. |
1991 | સરદાર વલ્લભભાઈ પટેલ | ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન, લોખંડી પુરુષ |
1991 | મોરારજી દેસાઈ | ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન. |
1992 | અબુલ કલામ આઝાદ | ભારતના પ્રથમ શિક્ષણમંત્રી |
1992 | જે.આર.ડી.તાતા | મહાન ઉધોગપતિ. |
1992 | સત્યજીત રે | ફિલ્મ સર્જક, લેખક |
1997 | ડો.એ.પી.જે.અબ્દુલ કલામ | વૈજ્ઞાનિક, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ |
1997 | ગુલઝારીલાલ નંદા | ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન. |
1997 | અરુણા અસફઅલી | સ્વાતંત્ર્ય સેનાની |
1998 | એમ.એસ.સુબ્બુલક્ષ્મી | શાસ્ત્રીય ગાયિકા. |
1998 | સી.એસ.સુબ્રહ્મણ્યમ્ | હરિયાળી ક્રાંતિના પ્રણેતા. |
1998 | જયપ્રકાશ નારાયણ | સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સેવક. |
1999 | પંડિત રવિ શંકર | પ્રખ્યાત સિતાર વાદક. |
1999 | અમર્ત્ય સેન | અર્થશાસ્ત્રી, નોબૅલ વિજેતા |
1999 | ગોપીનાથ બોરદોલોઈ | સ્વાતંત્ર્ય સેનાની. |
2001 | લતા મંગેશકર | ગાયિકા |
2001 | ઉસ્તાદ બિસમિલ્લા ખાન | શાસ્ત્રીય શરણાઇ વાદક |
2009 | પંડિત ભીમસેન જોષી | શાસ્ત્રીય ગાયક |
2014 | સી. એન. આર. રાવ | વૈજ્ઞાનિક |
2014 | સચિન તેન્ડુલકર | ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા |
2015 | મદન મોહન માલવીય | શિક્ષણશાસ્ત્રી |
2015 | અટલ બિહારી વાજપેયી | ભારતનાં ભૂતપૂર્વ વડા પ્રધાન |
2019 | પ્રણવ મુખર્જી | ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ |
2019 | નાનાજી દેશમુખ | આરએસએસ વિચારક |
2019 | ભુપેન હજારિકા | મહાન ગાયક અને સંગીતકાર |
આ પણ વાંચો: ગુજરાતના સાંસ્કૃતિક વન (વન મહોત્સવ) વિશે માહિતી
Important Facts About Bharat Ratna: ભારત રત્ન વિશે મહત્વપૂર્ણ તથ્યો
- ભારત રત્ન એ ભારત સરકાર તરફથી આપવામાં આવતું સૌથી મોટું સન્માન છે. કોઈપણ એક ક્ષેત્રે ખુબ જ મોટું પ્રદાન કે ફાળો આપનાર વ્યક્તિને આ સન્માન આપવામાં આવે છે.
- મેડલનો દેખાવ પીપળાના પાન જેવો હોય છે.
- આ એવોર્ડ એક વર્ષમાં વધુમાં વધુ ત્રણ વ્યક્તિને આપવામાં આવે છે.
- સૌપ્રથમ આ પુરસ્કાર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને આપવામાં આવ્યો હતો.
- 1992માં નેતાજી સુભાષચંદ્ર બોઝને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પરંતુ તેમના મૃત્યુ સંબંધી વિવાદના કારણે ભારત સરકારે પુરસ્કાર પરત લઈ લીધો હતો.
જાણો ભારત રત્ન મેળવનાર ને મળતા લાભો
- ભારતભરમાં વિમાનમાં ફરવા માટેની ફ્રી ફર્સ્ટકલાસ ફલાઈટ.
- ફ્રી ફસ્ટ કલાસ ટ્રેનનો પ્રવાસ.
- ભારતના વડાપ્રધાનની કક્ષાનું પેન્શન મળે.
- સંસદની બેઠક અને કાર્યવાહી દરમિયાન હાજર રહી શકે.
- જરૂર પડે તો Z કેટેગરીની સુરક્ષા મેળવી શકે.
- પ્રજાસતાક દિવસે ખાસ મહેમાન બને છે.
- વી.વી.આઈ.પી.ના બરાબર દરજ્જો મળે છે.
- ભારત રત્ન મેળવનાર વ્યક્તિના સગાસંબંધી માંથી કોઈપણ એક વ્યક્તિને સરકારી નોકરી મળી શકે છે.
FAQ – ભારત રત્ન વિશે વારંવાર પુછાતા પ્રશ્નો
1.સૌ પ્રથમ ભારત રત્ન કોને મળ્યો હતો.
– ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, સી. રાજગોપાલાચારી, સી. વી. રામન
2. ભારતરત્ન આપવાની શરૂઆક્યારથી કરાવામાાં આવી હતી?
– ઈ.સ. 1954
3. ભારતરત્ન ક્યાં ક્યા ક્ષેત્રોમાાં આપવામાાં આવે છે?
— સાવિત્ય, કલા, સમાજસેવા, રમત ગમત ક્ષેત્રોમાં યોગદાન બદલ
4. ભારતરત્ન ક્યાં દિવસે આપવામાાં આવે છે?
– 26 જાન્યુઆરી ના દિવસે
અગત્યની લિંક
ભારત રત્ન એવોર્ડ Pdf | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.