Gujarat na Sanskrutik Van Pdf | ગુજરાતના સાંસ્કૃતિક વન (વન મહોત્સવ) વિશે માહિતી

Gujarat na Sanskrutik Van: આ લેખમાં આપણે ગુજરાતના સાંસ્કૃતિક વન વિશે માહિતી મેળવીશું જે ગુજરાત સરકારની આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

ગુજરાતના સાંસ્કૃતિક વન: અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં સાંસ્કૃતિક વન વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે . ગુજરાતમાં કેટલા સાંસ્કૃતિક વન આવેલા છે.? સાંસ્કૃતિક વનોનું નિર્માણ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? વન મહોત્સવ ક્યારથી શરૂ કરવામાં આવ્યો હતો? જેવી વિવિધ માહિતી આ લેખમાં આપવામાં આવેલી છે.

Gujarat na Sanskrutik Van – વન મહોત્સવ

ગુજરાતના સાંસ્કૃતિક વન વિશે માહિતી મેળવતા પહેલા વન મહોત્સવ વિશે માહિતી મેળવીશું

Van Mahotsav – વન મહોત્સવ વિશે માહિતી

  • વન મહોત્સવ એ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો ઉત્સવ છે જે જુલાઈના પહેલા અઠવાડિયામાં ઉજવવામાં આવે છે.
  • વન મહોત્સવની શરૂઆત વર્ષ ૧૯૫૦માં તત્કાલીન કેન્દ્રિય કૃષિ અને ખાદ્ય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ શરુ હતી.
  • ભારતમાં વન મહોત્સવ ક્યારે મનાવવામાં આવે છે. – 1 જુલાઈ થી 7 જુલાઈ
  • વન મહોત્સવનો મુખ્ય હેતુ: વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે.

ગુજરાતનાં સાંસ્કૃતિક વન વિશે માહિતી

  • ગુજરાતમાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ ની શરૂઆત નરેંદ્ર મોદી દ્વારા 2004 કરવામાં હતી.
  • ગુજરાતમાં સૌપ્રથમ સાંસ્કૃતિક વન ગાંધીનગર ખાતે નિર્માણ કરવામાં આવ્યું હતું.
    જેનું નામ પુનિત વન રાખવામાં આવ્યું હતું.
  • ગુજરાતમાં અત્યાર સુધી 22 સાંસ્કૃતિક વાર નું નિર્માણ થઈ ગયું છે. વર્ષ 2023 માં સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન વનનું નિર્માણ થયું હતું.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતી Pdf

List of Gujarat na Sanskrutik Vanગુજરાતના સાંસ્કૃતિક વનની યાદી

ક્રમાંકવનનું નામવર્ષસ્થાન
1પુનિત વન2004સેક્ટર-18, ગાંધીનગર
2માંગલ્ય વન2005અંબાજી (બનાસકાંઠા)
3તીર્થકર વન2006તારંગા (મહેસાણા)
4હરિહર વન2007સોમનાથ (ગીર સોમનાથ)
5ભક્તિવન2008ચોટીલા (સુરેન્દ્રનગર)
6શ્યામલ વન2009શામળાજી (અરવલ્લી)
7પાવક વન2010પાલિતાણા (ભાવનગર)
8વિરાસત વન2011પાવાગઢ (પંચમહાલ)
9ગોવિંદગુરુ સ્મૃતિ વન2012માનગઢ હિલ ગઢડા (મહીસાગર)
10નાગેશ વન2013દ્વારિકા (જામનગર)
11શક્તિવન2014કાગવડ (જેતપુર, રાજકોટ)
12જાનકી વન2015વાસંદા (નવસારી)
13આમ્રવન2016ધરમપૂર (વલસાડ)
14એકતા વન2016બારડોલી (સુરત)
15મહીસાગર વન2016વહેળાની ખાડી (આણંદ)
16શહિદ વન2016ભૂચર મોરી (ધ્રોલ, જામનગર)
17વીરાંજલિ વન2017પાદલઢવાવ (સાંબરકાંઠા)
18રક્ષકવન2018રુદ્રમાતા ડેમ (કચ્છ)
19જડેશ્વર વન2019ઓઢવ (અમદાવાદ)
20રામ વન2020આજીડેમ (રાજકોટ)
21મારુતિનંદન વન2021કલગામ (વલસાડ)
22વટેશ્વર વન2022દૂધરેજ (સુરેન્દ્રનગર)

Gujarat na Sanskrutik Van Pdfગુજરાતના સાંસ્કૃતિક વનની Pdf

Gujarat na Sanskrutik Van Pdfઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો

લેખન સંપાદન : MahitiGujarat.net ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો